Home Sports વેસ્ટ ઈન્ડીઝે ભારતને પાંચ વિકેટે હરાવ્યું; ડેવોન થોમસે રમી 31 રનની ધમાકેદાર...

વેસ્ટ ઈન્ડીઝે ભારતને પાંચ વિકેટે હરાવ્યું; ડેવોન થોમસે રમી 31 રનની ધમાકેદાર ઇનિંગ, મેકોયે ઝડપી 6 વિકેટ; સિરિઝ 1-1ની બરાબરી પર!

Face Of Nation 02-08-2022 :સેન્ટ કિટ્સ ખાતે રમાયેલી બીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડીઝે 5 વિકેટે જીત મેળવી હતી. આ સાથે જ સિરિઝ 1-1ની બરાબરી પર આવી ગઈ છે. ભારતે વેસ્ટ ઈન્ડીઝને 139 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે વેસ્ટ ઈન્ડીઝે 19.2 ઓવરમાં 5 વિકેટના નુક્સાને ચેઝ કરી લીધો હતો. બીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન નિકોલસ પૂરને ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત પ્રથમ બેટિંગ કરતા 19.4 ઓવરમાં 138 રન જ કરી શક્યુ હતુ. ઓબેડ મેકોયે 6 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. ભારત તરફથી સૌથી વધુ રન હાર્દિક પંડ્યાએ 31 રન કર્યા હતા. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 27 રન કર્યા હતા. જેસન હોલ્ડરે 2 વિકેટ લીધી હતી. તો અલ્ઝારી જોસેફ અને અકીલ હોસેનને 1-1 વિકેટ મળી હતી. તો બીજીતરફ વેસ્ટ ઈન્ડીઝ તરફથી સૌથી વધુ રન બ્રેન્ડન કિંગે 52 બોલમાં 68 રન માર્યા હતા. ડેવોન થોમસે 19 બોલમાં 31 રન ઇટકાર્યો હતો. ભારત તરફથી અર્શદિપ સિંહ, રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, હાર્દિક પંડ્યા અને આવેશ ખાને 1-1 વિકેટ લીધી હતી.
એક પણ ભારતીય બેટરો ના ચાલ્યા
ટીમ ઈન્ડિયાના કોઈપણ બેટરો લાંબી ઇનિંગ્સ રમી શક્યા નહિ. મેચના પહેલા જ બોલે રોહિત શર્મા આઉટ થયો હતો. સૂર્ય કુમાર યાદવ પણ 6 બોલમાં 11 રન કરીને આઉટ થયો હતો. તો અલ્ઝારી જોસેફે શ્રેયસ અય્યરને આઉટ કરીને ભારતના ટૉપ ઓર્ડરનો ધબડકો કરાવી દીધો હતો. રિષભ પંતે સારી શરૂઆત કરી હતી. પણ તે 12 બોલમાં 24 રનની ઇનિંગ રમીને પેવેલિયન ભેગો થયો હતો. હાર્દિક પંડ્યા 31 બોલમાં 31 રન કરીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ 30 બોલમાં 27 રન કર્યા હતા. દિનેશ કાર્તિક 7 રન કરીને આઉટ થયો હતો. અશ્વિન 10 રન કરીને આઉટ થયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).