Home News દેશમાં ફરી કોરોના વાયરસનો રાફડો ફાટ્યો, છેલ્લાં 24 કલાકમાં 57 લોકોના મોત...

દેશમાં ફરી કોરોના વાયરસનો રાફડો ફાટ્યો, છેલ્લાં 24 કલાકમાં 57 લોકોના મોત 18 હજારથી વધુ નવા કેસ, સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 4.57 ટકા પર પહોંચ્યો!

Face Of Nation 27-07-2022 : દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે.આના કારણે મૃત્યુઆંકમાં પણ મોટો વધારો થઈ રહ્યો છે. આજે સ્વાસ્થ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણથી 57 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોવિડ-19 ના 18,313 નવા કેસ સામે આવ્યા છે. કોરોના કેસની સંખ્યા વધતા તેમજ મૃત્યુઆંક વધતા લોકોને સતર્ક રહેવાનું કહેવામાં આવી રહ્યું છે, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં હવે કોરોના વાયરસના સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યા વધીને 1,45,026 થઈ છે. દેશમાં અત્યારસુધી આવેલા કોરોના કુલ કેસોમાં સક્રિય કેસનો ભાગ 0.33 ટકા છે. દેશમાં રિકવરી રેટ 98.47 ટકા છે.
સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 4.57 ટકા
છેલ્લા 24 કલાકમાં દેશમાં 20,742 લોકો કોરોનાથી સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ત્યારબાદ દેશમાં કુલ 4,32,67,571 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. દેશમાં રોજના પોઝિટિવિટી રેટ 4.31 ટકા છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 4.57 છે. અત્યારસુધી કોરોના વાયરસ સંક્રમણથી 5,26,167 લોકોના મોત થયા છે. અત્યારસુધી કોરોના વાયરસના કુલ 4,39,38,764 કેસ સામે આવ્યા છે.
કોરોના માટેનો બૂસ્ટર ડોઝ પણ ફ્રીમાં
રાજયમાં કોરોના રિકવરી રેટ 98.67 ટકા થયો છે. જ્યારે આજે કોરોનાથી 826 દર્દીઓ સાજા થયા છે.દેશમાં રસીકરણની કામગીરી પણ એટલી જ ઝડપથી ચાલી રહી છે. દેશમાં હાલ કોરોના માટેનો બૂસ્ટર ડોઝ પણ ફ્રીમાં આપવામાં આવી રહ્યો છે. જેથી દેશની જનતા કોરોનાથી બચી શકે. કોરોના વેક્સિનેશનને કારણે દેશમાં કોરોના મહામારીને બ્રેક લાગી હતી. પણ હાલમાં કોરોનાના કેસ ગુજરાતની સાથે સાથે દેશમાં પણ વધતા જોવા મળી રહ્યા છે. તેવામાં સાવધાની રાખવી જરુરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).