Home Uncategorized XBB15 નવો કોરોનાનો ખતરનાક વેરિયન્ટ અમેરિકામાં મળ્યો; અગાઉના BQ1 વેરિયન્ટ કરતાં 120...

XBB15 નવો કોરોનાનો ખતરનાક વેરિયન્ટ અમેરિકામાં મળ્યો; અગાઉના BQ1 વેરિયન્ટ કરતાં 120 ગણી ઝડપથી સંક્રમણ ફેલાવે છે, ચીને આંકડા જણાવે-WHO!

Face Of Nation 31-12-2022 : અમેરિકામાં કોરોના XBB15નું નવો વેરિયન્ટ મળ્યો છે જે અન્ય વેરિયન્ટની સરખામણીમાં ખૂબ જ ખતરનાક છે. ચાઇનીઝ મુળના અમેરિકન આરોગ્ય નિષ્ણાત એરિક ફીગેલ ડીંગે જણાવ્યું છે કે તે અગાઉના BQ1 વેરિયન્ટ કરતાં 120 ગણી ઝડપથી સંક્રમણ ફેલાવે છે. તે માણસની રોગપ્રતિકારક સિસ્ટમને ચકમો આપવામાં અગાઉના તમામ વેરિયન્ટ કરતાં વધુ શક્તિશાળી છે. ડીંગે કહ્યું છે કે XBB15 કોરોનાનો સુપર વેરિયન્ટ છે. આ કારણે, કોરોના સંબંધિત કેસોમાં હોસ્પિટલમાં દાખલ થવાનો દર સતત વધી રહ્યો છે. ડીંગે વધુમાં જણાવ્યું છે કે એક વૈજ્ઞાનિકે ન્યૂયોર્કમાં ફેલાતા આ વેરિયન્ટના મોડલનો અભ્યાસ કર્યો છે. તેમણે એક પછી એક 17 ટ્વીટ કરીને આરોપ લગાવ્યા કે ચીનની જેમ અમેરિકા કોરોનાના નવા વેરિઅન્ટનો ડેટા પણ છુપાવી રહ્યું છે.
અમેરિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ કેવી રીતે એન્ટ્રી
અમેરિકા કોરોનાના નવા વેરિયન્ટને ટ્રેક કરવા માટે નવી તપાસ શરૂ કરવા જઈ રહ્યું છે. આ માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં વપરાતા ગંદા પાણીના સેમ્પલ લેવામાં આવશે. હેલ્થ એજન્સી સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ આ પ્રસ્તાવ મૂક્યો છે. આના પરથી ખબર પડશે કે અમેરિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ કેવી રીતે એન્ટ્રી કરી રહ્યો છે. મલેશિયાએ ફ્લાઈટ્સના ગંદા પાણીના ટેસ્ટિંગની વાત પણ કરી છે.
ચીનને કોરોનાના સાચા આંકડા જાહેર કરવા અપીલ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ શનિવારે ચીનને કોરોનાના સાચા આંકડા જાહેર કરવા અપીલ કરી છે. ખરેખરમાં, ચીનની સરકારે હાલમાં જ દૈનિક કેસ જાહેર ન કરવાનો નિર્ણય લીધો છે. અહીં, ફ્રાન્સ અને બ્રિટને ચીનથી આવતા મુસાફરો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે.
મલેશિયામાં ચીની પ્રવાસીઓનું ટેસ્ટિંગ જરૂરી નથી
અત્યાર સુધી મલેશિયામાં ચીનથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યો નથી. તેમની પાસેથી માત્ર નેગેટિવ કોરોના ટેસ્ટ રિપોર્ટ અને વેક્સિનેશન સર્ટિફિકેટ માંગવામાં આવે છે. એટલે કે ચીનમાં જ ટેસ્ટ કરાવ્યા બાદ તેઓ મુસાફરી કરી શકે છે. આવી સ્થિતિમાં જોખમ વધી શકે છે કારણ કે ચીન ખોટા અથવા નકલી પ્રમાણપત્રો જારી કરી શકે છે. ચીની સરકાર કોઈપણ રીતે સંક્રમણના આંકડા છુપાવી રહી છે. તો બીજીતરફ મલેશિયાની હેલ્થ ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે હાલ તેઓ માત્ર મુસાફરોનું જ સ્ક્રીનિંગ કરશે. સ્ક્રિનિંગથી જ ખબર પડે છે કે વ્યક્તિને તાવ છે કે નહીં. સ્વાસ્થ્ય મંત્રી જલીહા મુસ્તફાએ કહ્યું- જેમને તાવ છે તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. જો આપણને લાગે કે વ્યક્તિમાં કોરોનાના લક્ષણો છે, તો માત્ર તેના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).