Home Sports પંતને હાલમાં દહેરાદૂનમાં સારવાર સાથે પ્લાસ્ટિક સર્જરી કરી, હવે મેક્સ હોસ્પિટલથી રજા...

પંતને હાલમાં દહેરાદૂનમાં સારવાર સાથે પ્લાસ્ટિક સર્જરી કરી, હવે મેક્સ હોસ્પિટલથી રજા અપાતા પંતને મુંબઈ શિફ્ટ કરી સારવાર BCCIના તબિબો કરશે!

Face Of Nation 31-12-2022 : ભારતીય વિકેટકીપર ઋષભ પંત ને અકસ્માતમાં ઈજા પહોંચ્યાના સમાચાર બાદ તુરત જ ભારતીય ક્રિકેટ બોર્ડ એક્શન મોડમાં જોવા મળ્યુ છે. બોર્ડના સચિવ જય શાહે પણ પંતની માતા સાથે વાતચિત કરી હતી અને સારવાર અને કરિયર બંનેને લઈ તેમની સાથે વાતચિત કરી હતી. બોર્ડ દ્વારા પંતની સારવારને લઈ સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવી રહી છે. પંતને હાલમાં દહેરાદૂનમાં મેક્સ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. હવે BCCI દ્વારા પંતની સારવાર અંગેની જવાબદારી સંપૂર્ણ રીતે પોતાના હાથમાં લઈ લેવામાં આવશે. બોર્ડના તબિબો દ્વારા પંતની સારવાર હાથ ધરાશે. પંતને દહેરાદૂનની હોસ્પિટલમાં સારવાર બાદ રજા અપાશે ત્યાર બાદ તેને મુંબઈ લઈ જવાશે.
બ્રેઈન અને સ્પાઈન MRI સ્કેન કરવામાં આવ્યું
શુક્રવારે જ પંતને બ્રેઈન અને સ્પાઈન MRI સ્કેન કરવામાં આવ્યુ હતુ. જેના રિપોર્ટ નોર્મલ આવ્યા હતા, આમ રાહતની વાતની હતી કે તેને કોઈ ઈજા આવા સ્થાન પર નથી પહોંચી કે જેનાથી તેના કરિયરને અસર પહોંચે. જોકે હજુ તેના ઢીંચણ અને ઘૂંટણનો MRI સ્કેન આજે શનિવારે કરવામાં આવનાર છે. શુક્રવારે પીડા અને સોજાને લઈ તબિબોએ તેને એક દિવસ બાદ કરવાનો નિર્ણય લીધો હતો.
બોર્ડના તબિબો કરશે સારવાર
પંતને પીઠ અને ચહેરા સહિતના કેટલાક હિસ્સાઓ પર અકસ્માતમાં થયેલ ઘા પર પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે. જોકે હવે લિગામેન્ટને લઈ તેના રિપોર્ટ સામે આવ્યા બાદ તેની ઈજાની ગંભીરતાની જાણકારી આવી શકે છે. જોકે તેના લિગામેન્ટમાં ઈજા પહોંચેલી છે અને તેને લઈ બોર્ડ દ્વારા ગંભીરતા દાખવવામાં આવી રહી છે. આજે સ્કેન કર્યા બાદ બોર્ડ આગળનો નિર્ણય લઈ શકે છે. જોકે હાલ તો બોર્ડ દ્વારા સંપૂર્ણ દેખરેખ અને તબિબો સાથે સતત સંપર્ક રાખવામાં આવ્યો છે. બીસીસીઆઈએ પણ મેક્સ હોસ્પિટલને જવાનું દીધુ છે કે, લિગામેન્ટની સારવારની સંપૂર્ણ જવાબદારી બોર્ડના ડોક્ટરો નિભાવશે.
પંતને દહેરાદૂનથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
હાલમાં પંતની સારવાર મેક્સ હોસ્પિટલમાં ચાલી રહી છે, પરંતુ લિગામેન્ટને લઈ MRI રિપોર્ટ સામે આવ્યા બાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે. આ માટે પંતને કેટલાક દિવસમાં દહેરાદૂનથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા બાદ તેને મુંબઈ શિફ્ટ કરવામાં આવશે. મુંબઈમાં BCCI ના તબિબો ઈજાને સ્થિતી તપાસસે અને જોશે કે કેટલી ગંભીર ઈજા છે. ત્યાર બાદ પંતને મુંબઈમાં જ સારવાર આપવી કે વિદેશ ખસેડવો એ અંગે નિર્ણય લેવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).