ગોલ્ડમેનને જોઈને બપ્પીદા પણ ચોંકી ગયા હતા
રાજસ્થાનના ગોલ્ડમેનને પણ બપ્પીદાનાં ગીતો સાંભળવા ગમે છે.
કન્હૈયાલાલ પોતાનાં ગળા, હાથ અને ચપ્પલમાં પણ સોનું પહેરે છે.
3 કિલોથી પણ વધુનું સોનું પહેરે છે
લારીથી ગોલ્ડમેન સુધીની સફર
Face of Nation 17-02-2022 : 80-90ના દાયકામાં ભારતમાં ડિસ્કો મ્યુઝિકને પ્રખ્યાત કરનાર ગાયક-સંગીતકાર બપ્પી લાહિરીનું ગઈકાલે નિધન થયું છે. બપ્પીને સોનાનાં ઘરેણાં પહેરવાનો શોખ હતો. તેમના ગળામાં હંમેશાં જાડી સોનાની ચેઇન અને હાથમાં વીંટી રહેતી હતી. તેમની જેમ રાજસ્થાનમાં પણ સોનાના શોખીન છે. ચિત્તોડગઢમાં રહેતા કન્હૈયા લાલ ખટીકને પણ સોનું પસંદ છે. તેમને ફિલ્મો સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ તે એટલું સોનું પહેરે છે કે લોકો તેને મેવાડના બપ્પી લાહિરી કહેવા લાગ્યા. તેમને રાજસ્થાનના ગોલ્ડમેન તરીકે પણ ઓળખવામાં આવે છે.
ગોલ્ડમેનને જોઈને બપ્પીદા પણ ચોંકી ગયા હતા
કનૈયા લાલ 3.5 કિલો સોનું પહેરે છે. તેઓ કહે છે- 2014-15માં સીપી જોશીએ લોકસભા દરમિયાન તેમનો પરિચય બપ્પી લાહિરી સાથે કરાવ્યો હતો. બપ્પી દા તેમને જોઈને ચોંકી ગયા. ભારતમાં તેમના જેવું કોઈ છે, જે ઘણા સોનાના આભૂષણો પહેરે છે.
સંસ્મરણો તાજા થયાં
તેમણે કહ્યું હતું કે બપ્પી દા તેમને મળીને ખૂબ જ ખુશ થયા હતા. તેમણે પૂછ્યું હતું કે શું તમને ગાવાનો શોખ છે? ત્યારે મેં કહ્યું હતું – મને ગીતો ગાવાનો શોખ નથી, પણ ગીતો સાંભળવાનો શોખ ચોક્કસ છે. કનૈયા લાલે જણાવ્યું હતું કે તેમના એક મિત્રે એકવાર પહેરવા માટે સોનાની ચેઈન આપી હતી. ત્યારથી મને સોનું પહેરવાનો શોખ થઈ ગયો છે. મને બપ્પી લાહિરીનાં ગીતો સાંભળવા ગમે છે.
3 કિલોથી પણ વધુનું સોનું પહેરે છે
ગોલ્ડમેન દરરોજ 3 કિલો 600 ગ્રામ સોનું પહેરે છે. કનૈયાલાલ તેમની આંગળીઓ, ગળા અને ચપ્પલમાં પણ સોનું પહેરે છે. તેમનો મોબાઈલ પણ ગોલ્ડ પ્લેટેડ છે. સોનાના ઘરેણાંનો ક્રેઝ એટલો બધો છે કે પાંચ હેવી ચેન, 8 વીંટી, બ્રેસ્લેટ અને ઘણા બધા દાગીના પહેરે છે.
લારીથી ગોલ્ડમેન સુધીની સફર
કનૈયાલાલ 15 વર્ષ પહેલાં ચિત્તોડ બસ સ્ટેન્ડ પર ફળોની લારી ચલાવતા હતા. ત્યારે તેમને સોનાનો શોખ નહોતો. મિત્રે બે તોલાની ચેઈન પહેરાવી ત્યારથી જ સોનાનો શોખ જાગ્યો. કાશ્મીરથી એપલની ટ્રકો મગાવવાની શરૂ કરી. આ કામ એટલું ખીલ્યું કે 4 વર્ષ પછી દિવસો બદલાઈ ગયા. હવે તેમનું નામ શાહુકારોમાં ગણવામાં આવી રહ્યું છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).