Home Uncategorized મૂન મિશન : પાંચ દિવસમાં બીજીવખત લોન્ચિંગ ટળ્યું; રાત્રે 11:47 વાગ્યે ઉડાન...

મૂન મિશન : પાંચ દિવસમાં બીજીવખત લોન્ચિંગ ટળ્યું; રાત્રે 11:47 વાગ્યે ઉડાન ભરવાનું હતું રોકેટ; રોકેટમાં ઈંધણ પહોંચાડનાર ગડબડી હતી સિસ્ટમમાં!

Face Of Nation 03-09-2022 : અમેરિકાની સ્પેસ એજન્સી નાસા પોતાના મૂન મિશન ‘આર્ટેમિસ-1’નું લોન્ચિંગ ફરી ટાળી દીધું છે. રોકેટને આજે એટલે કે ત્રીજી સપ્ટેમ્બરે રાત્રે 11:47 મિનિટે ઉડાન ભરવાનું હતું. આ નાસાનો બીજો પ્રયાસ હતો. 29મી ઓગસ્ટે રોકેટના 4માંથી ત્રણ એન્જિનમાં આવેલી ટેકનિકલ ગડબડી અને ખરાબ હવામાનને કારણે તેનું લોન્ચ ટાળી દીધું હતું. રોકેટમાં ઈંધણ પહોંચાડનાર સિસ્ટમમાં ગડબડી હતી જેને દૂર કરવાના નાસાના પ્રયાસ કર્યા પરંતુ તેઓ તેમાં સફળ ન થયા. જે બાદ તેનું લોન્ચિંગ ટાળી દેવામાં આવ્યું છે. નવી તારીખની જાહેરાત હજુ સુધી થઈ નથી.
53 વર્ષ બાદ ચંદ્ર પર માનવ મોકલવાની તૈયારી
અમેરિકા પોતાના મૂન મિશન આર્ટેમિસ દ્વારા 53 વર્ષ બાદ ફરી એકવાર ચંદ્ર પર માનવ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આર્ટેમિસ-1 આ દિશામાં પહેલું પગલું છે. આ મોટા મિશન માટે ટેસ્ટ ફ્લાઇટ છે, જેમાં કોઇ અવકાશયાત્રીઓને મોકલવામાં નહીં આવે. આ ઉડાન સાથે વૈજ્ઞાનિકોનું લક્ષ્ય એ જાણવાનું છે કે, અવકાશયાત્રીઓ માટે ચંદ્રની આસપાસ યોગ્ય સ્થિતિ છે કે નહીં. વળી, અવકાશયાત્રીઓ ચંદ્ર પર ગયા બાદ સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફરી શકશે કે નહીં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).