Face Of Nation 05-03-2026 : જેતલપુર સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલો અવસર ઉત્સવના પ્રથમ દિવસે આવે આરએસએસના વડા મોહન ભાગવતે હાજરી આપી હતી. જ્યાં તેઓએ નિવેદન આપ્યું હતું કે, “ધર્મનું કામ જોડવું છે, તોડવું નહિ”. ઉલ્લેખનીય છે કે, એકાદ અઠવાડિયા પહેલા જ આ જ સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્ર પાંડેનો એક વિવાદાસ્પદ વિડીયો વાયરલ થયો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, “ટાર્ગેટ એને બનાવવના છે અને ફરિયાદ મારી પાસે આવવી જોઈએ કે તમે ટીચીને આવ્યા છો, અને ટીચજો. હું છૂટ આપું છું.” આટલેથી નહિ અટકીને પોતાના જ સંપ્રદાયના કલોલ વિશ્વમંગલ ગુરુકુળને ટાર્ગેટ કરીને કહ્યું કે,પ્રત્યક્ષ જ દાખલો જોઈ લો અહીં પાડોશમાં જ છે, ઉખાડીને મૂકી દીધું. મેં કીધું જાઓ નથી જોઈતું તમારું નાટક અને એવા કેટલાય લાઈનમાં છે, હરખા નહિ ચાલે તો બધાય જશે. મને કોઈ ચિંતા નથી.” આચાર્યના આ નિવેદન સામે મોહન ભાગવતનું નિવેદન ઘણું સૂચક છે. આચાર્યએ અત્યારસુધી ધર્મને તોડવાનું કામ જ કર્યું છે તેમ કહેવામાં કોઈ બે મત નથી કેમ કે તેજેન્દ્ર પ્રસાદજીના આચાર્યપદ સમયે જેટલા સાધુઓનો સમુદાય હતો તેટલો સમુદાય અત્યારે નથી. હાલમાં આચાર્યની જીદને ન અનુસરવામાં આવે તે સાધુને કાઢી મુકવામાં આવે છે. ધર્મ કરતા આચાર્યના વિચારોનું આચરણ પહેલું લાગુ પડે છે.
ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે નિર્માણ કરેલા નવ મંદિરો પૈકીના જેતલપુરમાં અત્યારે અવસર નામનો ઉત્સવ ચાલી રહ્યો છે. રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘દ્વિશતાબ્દી પાટોત્સવ’માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ” ધર્મનું કામ જોડવાનું છે અને આપણે સૌએ ધર્મનું પાલન કરવું જોઈએ. કોઈપણ પરિસ્થિતિનો મુકાબલો કરવો જોઈએ. સૌએ સામાજિક સમરસતાનો ભાવ રાખવો પડશે. ધર્મની જેમ સંઘ પણ લોકોને જોડે છે. આચરણમાં જ ધર્મ શબ્દ છે. દુનિયા પાસે સમસ્યાઓનો જવાબ નથી. ધર્મ બધાને જોડીને ચાલે છે. ધર્મના રસ્તા અનેક છે પણ લક્ષ્ય માત્ર એક જ છે.”
અત્યાર સુધી જે કૌશલેન્દ્ર પાંડેની નજીક હતા અને કૌશલેન્દ્રના તમામ કાંડ ઉપર પડદો પડતા હતા તે જેતલપુરના મોટા પી.પી. સ્વામીને સાઈડલાઈન કરીને નાના પી.પી.એ તેનું વર્ચસ્વ જમાવી લીધું છે. હાલ નાના પીપી અને મોટા પીપી બંને એક બીજાના વિરોધી છે. જાહેરમાં ભલે ગમે તેવા દેખાડા કરતા પણ અંદરખાને બંને એકને બેસાડોને બીજાને ઉભો કરો તેવા છે. અત્યાર સુધી જે કામ જેતલપુરના મોટા પી.પીએ કર્યું તે કામ હવે નાના પી.પી કરી રહ્યા છે. રાજકારણીઓના શરણમાં રહેલો આ સંપ્રદાય પણ હવે રાજકીય લોકોની જેમ કામ કરતો થઇ ગયો છે. જે કાલુપુર મંદિરનો મહંત બને તેના ઈશારે આચાર્ય કામ કરે છે. અગાઉ કાલુપુર મંદિરના મહંત પદે નિર્ગુણદાસ સ્વામી પણ રહી ચુક્યા છે. જેમનો કાર્યકાળ સારો રહ્યો છે. અત્યારસુધી જેતલપુરના મોટા પી.પીએ ઘણા સાધુઓનો ભોગ લેવામાં મહત્વની ભૂમિકા ભજવી છે એટલે જ સાધુઓમાં એવો પણ ગણગણાટ છે કે, જેવા કર્મો કર્યા તેવા ભોગવવા પડે. કૌશલેન્દ્રના તમામ કાંડોથી વાકેફ અને આજદિન સુધી તમામ પ્રકારે કૌશલેન્દ્રના કાન ભરતા મોટા પી.પી હવે સાઈડલાઈન થઇ જતા ગૂંગળામણ અનુભવી રહ્યા છે. જેતલપુરના ઉત્સવમાં સભાનું સંચાલન મોટા પી.પી.સ્વામીએ સંભાળ્યું હતું. જેઓના વક્તવ્યમાં વારંવાર પડતી ભૂલો સ્પષ્ટ ચાડી ખાતી હતી કે, તેઓ કોઈ ગંભીર ચિંતામાં છે અને તેમના મગજમાં અનેક વિચારો ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અવસર ઉત્સવ ટાણે જ રામ સ્વામીએ સંસાર માંડીને પોત પ્રકાશ્યું અને આચાર્યએ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું જેનાથી સંપ્રદાયની ભારે બદનામી થઇ છે. પાખંડી સાધુઓ સિવાય સાચા અને સારા સાધુઓની આચાર્ય કૌશલેન્દ્રને કદર નથી. જેને લઈને સાધુઓમાં રોષ છે પરંતુ તેઓ સંપ્રદાયના વડા એવા આચાર્ય કૌશલેન્દ્ર સામે કાંઈ કરી શકે તેમ નથી કે તેમને કશું કહી શકે તેમ પણ નથી તેથી તેઓ પાંગળા હોવાનું અનુભવી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
ઉશ્કેરણી બાદ આચાર્ય કૌશલેન્દ્રની ડંફાસ, “બદનામ હુઆ તો ક્યાં હુઆ નામ તો હુઆ”
વાડજ સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તાઓની આપખુદશાહી, “સભા કરવી હોય તો પૈસા આપો” !



