Home News ફરીથી યોજના શરૂ : શ્રવણ તીર્થ દર્શન યોજના; બસ ભાડામાં 75% ડિસ્કાઉન્ટ,...

ફરીથી યોજના શરૂ : શ્રવણ તીર્થ દર્શન યોજના; બસ ભાડામાં 75% ડિસ્કાઉન્ટ, શ્રવણ તીર્થ દર્શન યોજનામાં છેલ્લાં 2 વર્ષમાં એકપણ વડીલે યાત્રા જ ન કરી!

Face Of Nation 15-07-2022 : ગુજરાત સરકારે જાહેર કરેલી શ્રવણ તીર્થ યોજનામાં એક પણ લાભાર્થી છેલ્લા બે વર્ષથી નોંધાયો નથી. આ જ કારણોસર સરકાર ચિંતામાં સરી પડી હતી કેમ કે દર વર્ષે ઉદ્યોગ વિભાગના હેડ હેઠળ આવતા ટુરિઝમ ક્ષેત્રના તાબાની આ યોજના માટે બજેટમાં રૂ.50 લાખ સુધીની ફાળવણી કરવામાં આવતી હતી. શ્રવણ તીર્થ યોજનામાં કરેલા સુધારા અંગે ગત રોજ પ્રવાસન વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સુધારેલા નિર્ણય અંગે સરકાર થોડી વારમાં જ પત્રકાર પરિષદ કરી અને સત્તાવાર જાહેરાત કરશે.
50% અપાતી સહાય મર્યાદામાં વધારો કરી 75%
શ્રવણ તીર્થ યોજના હેઠળ 60 વર્ષ કરતાં ઉપરના વૃદ્ધો જો યાત્રાધામની મુસાફરી કરતાં હોય અને આ મુસાફરી બસ મારફતે કરે તો સરકાર દ્વારા અત્યાર સુધી બસ ભાડામાં 50 ટકા સહાય અપાતી હતી. જો કે બે વર્ષથી આ યોજના હેઠળ એકપણ લાભાર્થી ના હોવાને કારણે ફળવાયેલી ગ્રાન્ટ વણવપરાયેલી રહેતી હતી. ગ્રાન્ટનો વપરાશ થઈ શકે તે હેતુથી સરકારે હવે 50 ટકાની સહાય મર્યાદામાં સુધારો કરી 75 ટકા સહાય આપવાનો નિર્ણય કર્યો છે.
કોરોનાને કારણે બંધ પડી હતી યોજના
કોરોનાકાળના બે વર્ષ દરમિયાન આ યોજના હેઠળ એકપણ લાભાર્થી જ્યારે નહોતા નોંધાયા ત્યારે આ યોજના પણ બંધ પણ પડી ગઈ હતી. કોરોનાકાળ બાદ હવે સરકાર ફરીથી નવા સુધારા સાથે આ યોજના શરૂ કરવા જઈ રહી છે. ફરીથી યોજના શરૂ કરવા પાછળ સરકારનો આશાવાદ છે કે લોકો મોટી સંખ્યામાં આ યોજનાનો લાભ લેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).