Home Sports એશિયા કપ અગાઉ પાક.ને ઝટકો : બોલર શાહિન શાહ આફ્રિદી ગોંઠણની ઈજાના...

એશિયા કપ અગાઉ પાક.ને ઝટકો : બોલર શાહિન શાહ આફ્રિદી ગોંઠણની ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો; ભારતના ટોપ ઓર્ડરને રાહત!

Face Of Nation, 20-08-2022: એશિયા કપ અગાઉ પાકિસ્તાન ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તેના સ્ટાર લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર શાહિન શાહ આફ્રિદી ગોંઠણની ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. શાહિન આફ્રિદી ઇંગ્લેન્ડ સામે રમાનારી હોમ સિરીઝમાંથી પણ ખસી ગયો છે. એશિયા કપમાં પાકિસ્તાનનો પ્રથમ મેચ 28મી ઑગસ્ટે ભારત સામે થવાનો છે. આ પછી બન્ને ટીમ 4 સપ્ટેમ્બરે પણ મેચ રમાવાનો છે. તો બીજીતરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શાહિન આફ્રિદીના બહાર થવાની જાણ કરી હતી. બોર્ડે જણાવ્યુ હતુ કે શાહિનને કમબેક કરતા 4-6 સપ્તાહનો સમય લાગશે.
ભારતના ટોપ ઓર્ડરને રાહત
શાહિન આફ્રિદીના બહાર થવાથી ભારતીય ટીમના ટોપ ઓર્ડરને મોટી રાહત મળી છે. T20Iમાં શાહિન અંદાજે 70% મેચમાં પહેલી જ ઓવરમાં વિકેટ ઝડપે છે. તેણે ગયા વર્ષે રમાયેલા T20 વર્લ્ડ કપમાં પહેલી જ ઓવરમાં રોહિત શર્માને આઉટ કર્યો હતો. આ પછી તેણે કેએલ રાહુલ અને વિરાટ કોહલીને આઉટ કર્યા હતા. આ મેચમાં ભારતને 10 વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ વર્લ્ડ કપમાં ભારતને પાકિસ્તાન સામે પહેલી વખત હાર મળી હતી.
વર્લ્ડ કપ સુધીમાં ફિટ થઈ જવાની સંભાવના
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડથી જોડાયેલા એક અધિકારીએ જણાવ્યુ હતુ કે શાહિનના ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર-નવેમ્બરમાં થનારા T20 વર્લ્ડ કપ સુધીમાં ફિટ થઈ જશે તેવી સંભાવના વ્યક્ત કરી હતી. એશિયા કપ અને વર્લ્ડ કપની વચ્ચે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે સાત મેચની T20 સિરીઝ રમાવાની છે. તેમાં તે રમી શક્શે નહિ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).