Home Sports ભારતીય ટીમે સતત “ચોથી સિરીઝ” જીતી : બીજી વન-ડેમાં ભારતે ઝિમ્બાબ્વેને 5...

ભારતીય ટીમે સતત “ચોથી સિરીઝ” જીતી : બીજી વન-ડેમાં ભારતે ઝિમ્બાબ્વેને 5 વિકેટે આપ્યો પરાજય; સેમસન અને શાર્દૂલે જીતના રહ્યા હિરો!

Face Of Nation, 20-08-2022 : ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે બીજી વન-ડે મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઈ ગઈ હતી. જેમાં ભારતે ઝિમ્બાબ્વેને 5 વિકેટે પરાજય આપ્યો હતો. ઝિમ્બાબ્વેએ આપેલા 162 રનના ટાર્ગેટને ભારતે 25.4 ઓવરમાં જ પાર પાડી લીધો હતો. ભારત તરફથી સૌથી વધુ રન સંજુ સેમસને 39 બોલમાં 43 રન કર્યા હતા. શિખર ધવન અને શુભમન ગિલે 33 રન કર્યા હતા. દીપક હુડ્ડાએ 25 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી સૌથી વધુ લ્યુક ઝોંગ્વેએ 2 વિકેટ લીધી હતી . તો તનાકા ચિવાંગા, વિક્ટર ન્યાઉચી અને સિકંદર રઝાને 1-1 વિકેટ મળી હતી.
ઝિમ્બાબ્વેની ટીમ 38.1 ઓવરમાં 161માં ઓલઆઉટ
અગાઉ ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઝિમ્બાબ્વેના બેટરો ભારતના બોલરોની ધારદાર બોલિંગ સામે ચાલ્યા નહોતા. ઝિમ્બાબ્વેની ટીમ 38.1 ઓવરમાં 161 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.ભારતના બોલરોએ ફરી એક વખત કમાલ દેખાડ્યો હતો. ઝિમ્બાબ્વેના બેટરો ભારતની બોલિંગ લાઈનઅપ સામે ટકી શક્યા નહોતા. ટીમ તરફથી સૌથી વધુ શાર્દૂલ ઠાકુરે 3 વિકેટ ઝડપી હતી. તો મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, અશ્રર પટેલ, કુલદીપ યાદવ અને દીપક હુડ્ડાને 1-1 વિકેટ મળી હતી. ઝિમ્બાબ્વે તરફથી સૌથી વધુ રન સીન વિલિયમ્સે 42 બોલમાં 42 રન કર્યા હતા. રાયન બર્લે થોડી લડત આપતા 47 બોલમાં 39 રન કર્યા હતા. અગાઉ ભારતે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. પહેલી વન-ડેમાં પ્લેયર ઑફ ધ મેચ દીપક ચહરને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું નથી. તેની જગ્યાએ શાર્દૂલ ઠાકુરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).