Home Gujarat રાજ્યમાં કડકડાતી ઠંડી; 3 દિવસ કાતિલ ઠંડી પડશે, ઠંડા પવનમાં ગુજરાત ઠુંઠવાયું,...

રાજ્યમાં કડકડાતી ઠંડી; 3 દિવસ કાતિલ ઠંડી પડશે, ઠંડા પવનમાં ગુજરાત ઠુંઠવાયું, રાજ્યના 8 શહેરોમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રીથી નીચે નોંધાયું!

Face Of Nation 04-1-2023 : વહેલી સવારથી પવનના સુસવાટા સાથે હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ઠંડીનો ચમકારો રહેશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. જ્યારે રાજ્યના સૌથી ઠંડુગાર નગર નલિયામાં 8.1 ડિગ્રી રહ્યું છે. રાજ્યમાં હજુ પણ આગામી 3 દિવસ સુધી ઠંડીમાં ફેરફાર થવાની કોઈ શક્યતા નથી. રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી યથાવત્ રહી છે. રાજ્યના 8 શહેરોમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રીથી નીચે નોંધાયું છે.
9 ડીગ્રી તાપમાન નલિયા ખાતે નોંધાયું
રાજ્યમાં આજે સુસવાટા મારતી ઠંડી વચ્ચે આજે હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ ઠંડીની રાજધાની નલિયા જ રહ્યું છે. અહીં 8.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં 10.5 ડિગ્રી, ડીસામાં 10.6 ડિગ્રી, ભુજમાં 11.2 ડિગ્રી, વડોદરામાં 11.6 ડિગ્રી અમદાવાદમાં 12.1 ડિગ્રી, રાજકોટમાં 12.5 ડિગ્રી અને સુરતમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત ભુજમાં 11 ડિગ્રી, જ્યારે રાજકોટ, ગાંધીનગર અને વડોદરામાં 12-12 ડીગ્રી લધુતમ તાપમાન રહ્યું છે. તો અમદાવાદ અને સુરતમાં 14-14 ડીગ્રી તાપમાન નોંધાયું હોવાનું હવામાન વિભાગ જાહેર કર્યું છે. તો બીજીતરફ ગઈકાલે રાજ્યમાં તાપમાન 9 ડિગ્રીથી લઈને 14 ડીગ્રી સુધી વિવિધ શહેરોમાં નોંધાયું છે. જેમાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નલિયા ખાતે નોંધાયું છે. જ્યારે 10 ડિગ્રી તાપમાન ડીસા ખાતે નોંધાયું છે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).