Home News પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા અને ઈજિપ્તના બે દેશોના પ્રવાસ માટે રવાના, આજે...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા અને ઈજિપ્તના બે દેશોના પ્રવાસ માટે રવાના, આજે રાત્રે ન્યૂયોર્ક પહોંચશે

Face Of Nation 20-06-2023 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા અને ઈજિપ્તના બે દેશોના પ્રવાસ માટે રવાના થઈ ગયા છે. તેઓ ભારતીય સમય અનુસાર આજે રાત્રે ન્યુયોર્ક પહોંચશે. અમેરિકા જતા પહેલા પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે તેઓ ન્યૂયોર્ક સિટી અને વોશિંગ્ટન ડીસીમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી મોદી આજે સવારે અમેરિકાની તેમની પ્રથમ સત્તાવાર સરકારી મુલાકાત માટે નવી દિલ્હીથી રવાના થયા હતા. તેઓ યુએસ પ્રવાસ દરમિયાન ન્યુયોર્કમાં યુએન મુખ્યાલય (યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટર) ખાતે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને યુએસ પ્રમુખ જો બાઈડેન સાથે બેઠક કરશે અને વોશિંગ્ટન ડીસીમાં યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી પ્રવાસ દરમિયાન તેઓ ત્યાં ઘણા બિઝનેસ લીડર્સ સાથે પણ મુલાકાત કરશે. ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમેરિકામાં મને ઘણા બિઝનેસ લીડર્સ સાથે મળવાની, ભારતીય સમુદાય સાથે વાતચીત કરવાની અને જીવનના અનેક ક્ષેત્રના અનુભવી ચિંતકોને મળવાની તક પણ મળશે. તેમણે કહ્યું કે અમે વેપાર, વાણિજ્ય, નવીનતા, ટેક્નોલોજી અને અન્ય ઘણા ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સંબંધોને વધુ ગાઢ બનાવવા માંગીએ છીએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).