Home Special મેહુલ ગાંધીના પુસ્તકનું જૈન મહારાજની નિશ્રામાં વિમોચન

મેહુલ ગાંધીના પુસ્તકનું જૈન મહારાજની નિશ્રામાં વિમોચન

Face Of Nation 04-03-2026 : સોલા રોડ અમદાવાદ ખાતે જાણીતા જૈન અગ્રણી મેહુલ જૈનના પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પુસ્તક વિમોચન તપાગચ્છધિપતિ આચાર્ય મનોહરકીર્તિસાગર અને ઉદયકીર્તિસાગર મહારાજની નિશ્રામાં થયું હતું. જેમાં જૈન અગ્રણીઓ, ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ સહીત ઉધોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મેહુલ ગાંધી દ્વારા લિખિત પુસ્તક ‘Human Resource Management: Insights from the Field’ એ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટના પરંપરાગત ખ્યાલોને એક નવી ઊંચાઈએ લઈ જાય છે. મેહુલ ગાંધીએ તેમના ૨૮ વર્ષના બહોળા અનુભવને આધારે આ પુસ્તકમાં મેનેજમેન્ટને માત્ર કોર્પોરેટ જગત પૂરતું મર્યાદિત ન રાખતા, તેને જીવનના વ્યાવહારિક પાસાઓ સાથે જોડ્યું છે. આ પુસ્તકનું સૌથી પ્રેરણાદાયી અને વિશિષ્ટ પ્રકરણ Illogical Positivity વિશે છે. સામાન્ય રીતે મેનેજમેન્ટમાં બધું તર્ક અને ગણતરી પર ચાલતું હોય છે, પરંતુ લેખક અહીં એક નવો જ વિચાર રજૂ કરે છે. Illogical Positivity એટલે એવી સકારાત્મકતા જે કોઈ પુરાવા કે તર્ક પર આધારિત નથી પરંતુ તે લક્ષ્ય પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને શિસ્તબદ્ધ પ્રતિબદ્ધતા છે. જ્યારે સંજોગો સાવ વિપરીત હોય અને સફળતા મળવાની શક્યતા નહિવત હોય, ત્યારે પણ જે વ્યક્તિ કે નેતા ડગ્યા વગર કામ ચાલુ રાખે છે તે જ સાચો વિજેતા બને છે.
લેખકે આ ખ્યાલને સમજાવવા માટે ભારતના ઈતિહાસ અને વર્તમાનના સચોટ ઉદાહરણો આપ્યા છે. મહાત્મા ગાંધીની અહિંસાની ચળવળ હોય કે સરદાર પટેલ દ્વારા ૫૬૦થી વધુ રજવાડાઓનું એકીકરણ,આ બધું જ તાર્કિક રીતે અશક્ય લાગતું હતું પરંતુ તેમની Illogical Positivity એ તેને શક્ય બનાવ્યું. તેવી જ રીતે, ઈસરો (ISRO) દ્વારા મર્યાદિત સંસાધનોમાં મંગળયાન સફળ બનાવવું એ પણ આ જ સકારાત્મક માનસિકતાનું પરિણામ છે.
પુસ્તકમાં નેતૃત્વ, ધીરજ અને માનવીય સંબંધોને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યા છે. રતન ટાટા, વર્ગીસ કુરિયન અને અટલ બિહારી વાજપેયી જેવા વ્યક્તિત્વોના ઉદાહરણો વાચકને મેનેજમેન્ટના ગુણો શીખવામાં મદદરૂપ થાય છે. આ પુસ્તક માત્ર પ્રોફેશનલ્સ માટે જ નહીં, પણ દરેક વ્યક્તિ માટે જીવન જીવવાની કળા શીખવતી એક માર્ગદર્શિકા સાબિત થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

પાખંડનું સામ્રાજ્ય ? : સેક્સકાંડના આરોપી મહંત, આચાર્યની ઉશ્કેરણી, પુરુષો પગમાં અને મહિલાઓ સાધુ સાથે સંસારમાં !

ઉશ્કેરણી બાદ આચાર્ય કૌશલેન્દ્રની ડંફાસ, “બદનામ હુઆ તો ક્યાં હુઆ નામ તો હુઆ”