Home Special આજે થશે ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત, બે તબક્કામાં ડિસેમ્બરમાં મતદાનની શક્યતા

આજે થશે ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત, બે તબક્કામાં ડિસેમ્બરમાં મતદાનની શક્યતા

Face Of Nation 3-11-2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવા આજે ચૂંટણી કમિશનર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હી સ્થિત મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા આજે ગણતરીના કલાકો બાદ એટલે કે બપોરે 12 વાગ્યે ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ડિસેમ્બર મહિનાની શરૂઆતે મતદાનની તારીખ જાહેર થાય તેવી પુરેપુરી શક્યતાઓ રહેલી છે. પહેલા તબક્કામાં 89 વિધાનસભા બેઠકો માટે 19 જિલ્લામાં મતદાન થાય તેવી શક્યતા છે અને બીજા તબક્કામાં 93 વિધાનસભા બેઠકો માટે 14 જિલ્લામાં મતદાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. હાલમાં ગુજરાતની સામાજિક અને રાજકીય પરિસ્થતિને કારણે હવે આ ચૂંટણી અત્યંત રસપ્રદ બની રહેવા સંભવ છેે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

મોરબી કાંડ : ભાજપ નેતાની ભલામણથી ઓરેવાને કોન્ટ્રાકટ મળ્યો, 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને વડાપ્રધાન મગરના આંસુ સારે છે

 

શરમ કરો : મોતના માતમ વચ્ચે રંગરોગાન કરી રહ્યા છો, વડાપ્રધાનની મુલાકાતને પણ ઉત્સવ બનાવશો ?