Home News નવો સેટ બનાવાયો ‘ફિલ્મસિટીમાં’: દિલીપ જોષીએ કહ્યું- જેઠાલાલની ‘ગડા ઇલેક્ટ્રોનિક્સ’ની નવી દુકાનમાં...

નવો સેટ બનાવાયો ‘ફિલ્મસિટીમાં’: દિલીપ જોષીએ કહ્યું- જેઠાલાલની ‘ગડા ઇલેક્ટ્રોનિક્સ’ની નવી દુકાનમાં શૂટિંગ કરવાનું નટુકાકાનું અધૂરૂં રહ્યું “સપનું”!

Face Of Nation 22-06-2022 : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં ઘણાં સમયથી ચર્ચામાં છે. શોમાં થોડાં મહિના બાદ નવાં દયાભાભી જોવા મળશે. સિરિયલમાં તારક મહેતાનો રોલ પ્લે કરનારા શૈલેષ લોઢાએ શો છોડી દીધો હોવાની ચર્ચા છે. આ દરમિયાન સિરિયલમાં જેઠાલાલની નવી દુકાન બતાવવામાં આવી છે. આ દુકાનને કારણે ગડા પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. દર્શકોના મનમાં એ સવાલ હતો કે જેઠલાલાની આ દુકાન રિયલમાં કઈ જગ્યાએ આવેલી છે? નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક નવી દુકાનમાં શૂટિંગ કરવા માગતા હતા, પરંતુ તેમની આ ઈચ્છા અધૂરી રહી ગઈ.
નટુકાકાના રોલ માટે કોઈ નવા કલાકાર લાવશે નહીં
‘તારક મહેતા..’નો સેટ ફિલ્મસિટીમાં જ બનાવવામાં આવ્યો છે. અહીંયા જ અબ્દુલની દુકાન, સોઢીનું ગેરેજ તથા તારક મહેતાની ઓફિસનો સેટ બનાવવામાં આવ્યો છે. હવે આ સેટ પર દુકાનનો સેટ પણ બનાવી દેવામાં આવ્યો છે. આથી શૂટિંગમાં સહેજ પણ અગવડતા પડતી નથી. દુકાન પહેલાં કરતાં ઘણી જ મોટી છે. દુકાનના માલિક જેઠાલાલ છે અને કર્મચારી તરીકે બાઘા તથા મગન છે. ઉલ્લેખનીય છે કે નટુકાકાનો રોલ પ્લે કરતાં ઘનશ્યામ નાયકનું ગયા વર્ષે અવસાન થયું હતું. અસિત મોદીએ ગયા વર્ષે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેઓ નટુકાકાના રોલ માટે કોઈ નવા કલાકાર લાવશે નહીં.
બાઘાએ નટુકાકાને સૌથી વધારે યાદ કર્યા
મીડિયા ઇન્ટરેક્શનમાં દિલીપ જોષીએ નટુકાકાને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે તેઓ ટીમ સાથે નવી દુકાનમાં એન્ટર થયા તો તરત જ બાઘા (તન્મય વેકેરિયા)એ નટુકાકાને સૌથી વધારે યાદ કર્યા હતા. નટુકાકા હંમેશાં કહેતા કે આ દુકાન (જૂની દુકાન, ખારમાં આવેલી છે તે) બહુ દુર પડે છે. આ દુકાનનો સેટ ફિલ્મસિટીમાં જ ક્યાંક બનાવી દેવામાં આવે તો બધા જ માટે સરળ થઈ પડશે. જોકે, તે સમયે મેકર્સ કે પ્રોડ્યૂસર્સે આ અંગે કંઈ જ વિચાર્યું નહોતું.
શૂટિંગમાં કોઈ અડચણ થાય નહીં
જેઠાલાલની નવી દુકાન હવે મુંબઈના ફિલ્મસિટીમાં જ બનાવવામાં આવી છે. નોંધનીય છે કે સિરિયલનો આખો સેટ અહીંયા જ બનાવવામાં આવ્યો છે. તેથી જ હવે દુકાન પણ અહીંયા શિફ્ટ કરી દેવામાં આવી છે, જેથી શૂટિંગમાં કોઈ અડચણ થાય નહીં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).