Home Sports IPL-2022 : રાજસ્થાનની શાનદાર જીત, સનરાઈઝર્સ હૈદરાબાદને 61 રનથી પછાડ્યું, ચહલે 3...

IPL-2022 : રાજસ્થાનની શાનદાર જીત, સનરાઈઝર્સ હૈદરાબાદને 61 રનથી પછાડ્યું, ચહલે 3 વિકેટ ઝડપી

Face Of Nation 30-03-2022 : IPLની 5મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR)એ સનરાઈઝર્સ હૈદરાબાદને 61 રનથી હરાવ્યું છે. પુણેના MCA સ્ટેડિયમમાં મંગળવારે રમાયેલી મેચમાં SRHએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. RR તરફથી કેપ્ટન સંજુ સેમસન 55 રન, દેવદત્ત પડિકલ 41 રન અને જોસ બટલરે 35 રન કરીને 211 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કાશ્મીરના ઉમરાને SRH તરફથી 2 વિકેટ લીધી હતી.ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી SRHની આખી ટીમ 149 રન બનાવી શકી હતી. ટોચના 4 બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. એડમ માર્કરામે સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી યુઝવેન્દ્ર ચહલે 3 વિકેટ લીધી અને ટી20 ફોર્મેટમાં પોતાની 250 વિકેટ પણ પૂરી કરી.
યુઝવેન્દ્ર ચહલની 250 વિકેટ પુરી
મેચમાં યુઝવેન્દ્ર ચહલે 22 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેના 3 વિકેટ લેવાની સાથે જ ટી20 ફોર્મેટમાં તેની 250 વિકેટ પણ પૂરી કરી લીધી. ચહલે અભિષેક શર્મા (9), અબ્દુલ સમદ (4) અને રોમારિયો શેફર્ડ (24) રને આઉટ કરીને શાનદાર બોલિંગ કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).