Face Of Nation 16-03-2026 : અમેરિકામાં ગેસ સ્ટેશનના ધંધામાં રહેલા ભારતીયોને ટ્રમ્પના કાર્યકાળમાં ખબર પડી કે તેમના ધંધાઓ સ્થાનિકો કરતા મેક્સિકન લોકો ઉપર વધારે નભતા હતા. ટ્રમ્પ સરકારે માસ ડિપોર્ટેશન શરુ કરતા જ સૌથી વધુ મેક્સિકન લોકોને અસર પડી હતી. અમેરિકામાં મુખ્યત્વે ભારે મજૂરી વાળા કાર્યો કરતી મેક્સિકન પ્રજા ખરીદી માટે ભારતીય ગેસ સ્ટેશનો અથવા સ્થાનિક સ્ટોર વધુ પસંદ કરતી હતી. ડિપોર્ટેશનને કારણે આ લોકોએ એવા તમામ વિસ્તારો છોડી દીધા હતા જ્યાં પોલીસની ગતિવિધિઓ વધારે હોય. બીજી બાજુ ટ્રમ્પ સરકારે સ્થાનિકોને આપવામાં આવતા ઈબીટી (ફૂડના પૈસા) અને અન્ય સરકારી સહાયો ઉપર કેટલાક નિયમો લાદ્યા હતા. આ બધાની અસર સીધી જ ભારતીયના ધંધાઓ ઉપર પડી હતી કેમ કે, અમેરિકામાં સૌથી વધુ ગેસ સ્ટેશનો અને સ્થાનિક સ્ટોરો ભારતીયોના છે. ખરેખર તો ટ્રમ્પના શાસને ભારતીયોને દેખાડી દીધું કે, અમેરિકન નાગરિકો ઉપર તમારા ધંધા નથી. હાલમાં અમેરિકનો સૌથી વધુ સ્થાનિક કોર્પોરેટ સ્ટોરોને વધુ પ્રાધાન્યતા આપી રહ્યા છે. આ સ્ટોરોમાં વાવા, સર્કલ કે, સેવન ઇલેવન, રેસ ટ્રેક જેવા કોર્પોરેટ સ્ટોરોનો સમાવેશ થાય છે.
અમેરિકાના મોટાભાગના રાજ્યોમાં ભારતીયો અને એમાંય ખાસ કરીને ગુજરાતીઓના સ્ટોરો આવેલા છે. આ સ્ટોરોમાં ઊંચી કિંમતે પ્રોડક્ટો વેચવામાં આવે છે. આ બાબતથી ખુદ અમેરિકનો જાણીતા થઈ ગયા છે અને તે જ બાબતોને લઈને તેઓ રોષે ભરાયેલા છે કે, ભારતીયો તેમને લૂંટી રહ્યા છે. અમેરિકામાં મુખ્યત્વે કાળા-ગોરા લોકો વસવાટ કરે છે. જેમાં ગોરા લોકોમાં રેડનેક લોકો કટ્ટર અમેરિકન છે. આ લોકોને તેમની ચામડી સિવાયની પ્રજા ગમતી નથી. મુખ્યત્વે આ લોકો ભાગ્યે જ દેશીઓ એટલે કે ભારતીયોના સ્ટોરોમાં જવાનું પસંદ કરે છે. આ લોકો હંમેશા અમેરિકન લોકોની માલિકીના સ્ટોરોમાં જવાનું વધારે પસંદ કરે છે. હાલમાં ટ્રમ્પ સરકારે ગેરકાયદે લોકોને હાંકી કાઢવાનું અભિયાન શરૂ કરતા જ ઠેર ઠેર સ્ટોરોના ધંધામાં મંદી જોવા મળી રહી છે સાથે જ અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થતા જ ગેસના ભાવોમાં 1 થી 1.50 ડોલર અને ડીઝલના ભાવોમાં 1 થી 2 ડોલરનો વધારો થયો છે. જેથી ભારતીયો માટે પડ્યા ઉપર પાટુ સમાન સ્થિતિ સર્જાઈ છે. એક તરફ ધંધામાં ઘટાડો હતો ત્યાં બીજી બાજુ ગેસ અને ડીઝલના ભાવો વધતા વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતીયોના સ્ટોરો તેમની નજીકમાં રહેલા કંપનીઓના કોર્પોરેટ સ્ટોરોના ભાવો સાથે સરખામણી કરી શકતા ન હોવાથી મોટા ભાગની પ્રજા કોર્પોરેટ સ્ટોરો તરફ વળી છે.
હાલમાં અમેરિકાના મોટાભાગના રાજ્યોમાં ઠેર ઠેર સ્ટોરો અને ગેસ સ્ટેશનો તથા લિકર સ્ટોરો વેચાણ માટે મુકવામાં આવ્યા છે. કેટલાક ભારતીયો હવે આ ધંધામાંથી કાયમી વિદાય લઈને બીજા ધંધાઓ તરફ વળી રહ્યા છે તો કેટલાક વળી એમ માની રહ્યા છે કે, હાલની પરિસ્થિતિનો લાભ લઈને સસ્તા સ્ટોરો ખરીદી લેવા હિતાવહ છે. જયારે ટ્રમ્પ પ્રથમવાર શાસનમાં આવ્યા ત્યારે તેઓએ ધંધાર્થીઓને ઘણો ફાયદો કરાવ્યો હતો. સસ્તા દરની લોનોથી માંડીને ટેક્સ સહિતના મુદ્દાઓ ઉપર ટ્રમ્પ ધંધાર્થીઓ માટે આશીર્વાદરૂપ બન્યા હતા. તેવામાં ટ્રમ્પ જયારે ફરીથી ચૂંટણી લડવાની જાહેરાત કરી ત્યારે ટ્રમ્પ, ટ્રમ્પની બુમરાણ મચાવીને સૌથી વધુ ભારતીયો ઉત્સાહમાં હતા. કેમ કે, આ લોકોને એવું હતું કે ટ્રમ્પ ધંધાદારીઓ માટે આશીર્વાદરૂપ છે. જો કે ટ્રમ્પ શાસનમાં આવતા જ સૌથી વધારે કફોડી સ્થિતિ ભારતીયોની થઇ ગઈ. કેમ કે, ટ્રમ્પએ રાહત તો ન આપી પણ ગેરકાયદે લોકોને કાઢવાની શરૂઆત કરતા જ સ્ટોરોમાં કામ કરતા ગેરકાયદે લોકોથી માંડીને ખરીદી કરનારા ગેરકાયદે મેક્સિકનોને લીધે ધંધા ઉપર અસર દેખાઈ. જે ભારતીયો ટ્રમ્પ ટ્રમ્પ કરી રહ્યા હતા તે જ ભારતીયોને આજે લમણે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતીઓ કે ભારતીયોના મતની અસર અમેરિકામાં કોઈ પણ પાર્ટીને થતી નથી કેમ કે ભારતીય કે ગુજરાતીના મત અમેરિકાની સરકાર રચવા નિર્ણાયક નથી પરંતુ અમેરિકાના ભારતીયો ગુજરાતી કહેવતમાં જણાવ્યા અનુસાર ગાડા નીચે કુતરા જેવા છે. એ ગુજરાતી કહેવત એવી છે કે, “ગાડા નીચે કૂતરું અને કૂતરાને એમ કે, બધો ભાર હું ખેંચું છું” (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
અમરાઈવાડી : ધારાસભ્યના ત્રાસથી કાર્યકરોથી માંડીને પ્રજા ત્રસ્ત, BJP જોઈને મત આપવા ભારે પડ્યા !
ગૃહમંત્રીના સીન-સપાટા વચ્ચે ગુજરાતમાં “દારૂ” અને “ગાંજા”નું રાજ : યુવાધન નશાના રવાડે


