Home News વિધાનસભામાં કેજરીવાલનો ફિલ્મી અંદાજ; તમારી પાસે ED અને CBI છે, પણ દિલ્હીની...

વિધાનસભામાં કેજરીવાલનો ફિલ્મી અંદાજ; તમારી પાસે ED અને CBI છે, પણ દિલ્હીની જનતા કહે છે કે તેમની પાસે તેમનો દીકરો કેજરીવાલ છે?!

Face Of Nation 05-07-2022 : દિલ્હી વિધાનસભામાં સીએમ અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી પર બરાબરના પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ભાજપ, આમ આદમી પાર્ટી સામે હવે ચૂંટણી લડતા પણ ડરી રહી છે. પાર્ટી હારના ડરના કારણે દિલ્હી એમસીડી ચૂંટણી ટાળી દીધી. અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે, મને લાગેે છે કે, દેશ માટે આ એક કાળો દિવસ છે, આ દેશને જ નહીં પણ સમગ્ર દુનિયાને મહોલ્લા ક્લિનિકની અવધારણા આપનારા સત્યેન્દ્ર જૈનની ધરપકડ થઈ. તેમને જેલમાં નાખવામાં આવ્યા. પણ લોકો હજૂ પણ તેમના પર વિશ્વાસ કરે છે. લોકો કહે છે કે, તે ઈમાનદાર છે, સીએમે કહ્યું કે, વિપક્ષ એવું કહે છે કે, દિલ્હીના શિક્ષકો ભણાવતા નથી. આ એજ ટીચર છે, અમે એમને બદલ્યા નથી, તેમણે ક્રાંતિ કરીને દેખાડી છે. ફરી એક વાર જો એમસીડી અમારા હાથમાં આવી જાય તો, આ જ સફાઈ કર્મચારીઓ સમગ્ર દુનિયામાં દિલ્હીનું નામ રોશન કરીને દેખાડશે.
કેજરીવાલે ભાજપ પર બરાબરના પ્રહારો કર્યા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે વિધાનસભામાં સંબોધન દરમિયાન ભાજપ પર બરાબરના પ્રહારો કર્યા હતા. તેમણે વિધાનસભામાં દીવાર ફિલ્મનો ડાયલોગ લલકારતા કહ્યું કે, ભાજપની પાસે ED છે, ઈન્કમ ટેક્સ છે, CBI છે, પણ દિલ્હીની જનતા કહે છે કે, તેમની પાસે તેમનો દિકરો કેજરીવાલ છે.
ભાજપે ખુલ્લેઆમ લફંગાબાજી-ગુંડાગીરી મચાવી રાખી છે
સીએમ કેજરીવાલે વિધાનસભામાં કહ્યું કે, 75 વર્ષ આઝાદીને થઈ ગયા, પણ કોઈનુંય વીજળીનું બિલ ઝીરો નથી આવ્યું, પણ આપની સરકારમાં 24 કલાકની અંદર વીજળી વાપરવા છતાં ઝીરો બિલ આવી રહ્યું છે. દિલ્હીમાં ચારે તરફ કચરાનો ઢગલો જોઈને દુ:ખ થાય છે, કે અમે દિલ્હીને સાફ નથી કરી શકતા. ઘણુ મન થાય છે કે, જો અમારી પાસે એમસીડી હોત તો અમે દિલ્હી સાફ કરી દેત. 15 વર્ષથી એમસીડી તેમની પાસે હતી, પણ તેમને કંઈ કર્યુ નહીં, હવે આ લોકો ચૂંટણી પણ નથી કરાવતા. તેમણે ખુલ્લેઆમ ગુંડાગીરી અને લફંગાબાજી મચાવી રાખી છે કે અમે પણ કામ નહીં કરીએ અને તમને પણ નહીં કરવા દઈએ. દિલ્હીવાળાઓ પાસેથી બદલો લઈ રહ્યા છે.
કેજરીવાલે ભાજપને ચોર અને ડાકૂ ગણાવ્યા
કેજરીવાલે કહ્યું કે, ભાજપવાળા કહે છે કે, દિલ્હીના સફાઈ કર્મચારીઓ કામચોર છે. સફાઈ કર્મચારી કામચોર નથી, તમે (ભાજપ) ચોર છે, ડાકૂ છે. કેજરીવાલે આગળ કહ્યું કે, પહેલા આ વિપક્ષના લોકો ગંદી ભદ્દી ગાળો સરકારી શિક્ષકો અને ડોક્ટર્સને આપતા હતા. કહેતા હતા કે, દિલ્હીના શિક્ષકોને ભણાવતા નથી આવડતું. આજે પણ આ જ 60 હજાર શિક્ષકો છે. અમે નથી બદલ્યા, પણ આજે એજ શિક્ષકોએ ક્રાંતિ કરી દેખાડી છે. ફરી એક વાર એમસીડી અમારા હાથામં આવી જાય, તો સફાઈ કર્મચારી દિલ્હીનું નામ રોશન કરી દેખાડશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).