Home News બંગાળી એક્ટ્રેસ દેબલિનાએ ઊંઘની દવાઓ ખાઈને આત્મહત્યાનો કર્યો પ્રયાસ, પારિવારિક ઝઘડાથી દુઃખી...

બંગાળી એક્ટ્રેસ દેબલિનાએ ઊંઘની દવાઓ ખાઈને આત્મહત્યાનો કર્યો પ્રયાસ, પારિવારિક ઝઘડાથી દુઃખી હતી, યુઝર્સે પોસ્ટની માહિતી આપી પોલીસને!

Face Of Nation 27-06-2022 : બંગાળી એક્ટ્રેસ રાઈ દેબલિના ડે મોડલ તથા એક્ટ્રેસ છે. તાજેતરમાં તેણે ઊંઘની દવા ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. દેબલિનાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને પરિવારને આ પગલાં માટે જવાબદાર ગણાવ્યા હતા. જોકે, પછીથી તેણે આ પોસ્ટ ડિલિટ કરી નાખી હતી. સોશિયલ મીડિયા યુઝર્સે આ પોસ્ટની માહિતી પોલીસને આપી હતી.
એક્ટ્રેસે ઊઁઘની દવા લઈ લીધી હતી
દેબલિનાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને ફોન સ્વીચ ઑફ કરી દીધો હતો. આ જ કારણે મિત્રો સંપર્ક કરી શકે તેમ નહોતા. ત્યારબાદ કોઈકે પૂરબા જાધવપુર પોલીસ સ્ટેશનમાં ફોન કરીને મદદ માગી હતી. પોલીસ તરત જ દેબલિનાના ઘરે ગઈ હતી અને દરવાજો તોડીને અંદર પ્રવેશી હતી. અહીંયા તે ફ્લોર પર બેભાન અવસ્થામાં પડી હતી. એક્ટ્રેસે ઊઁઘની દવા લઈ લીધી હતી. એક્ટ્રેસ કોલકાતાના નયાબાદ વિસ્તારના હાઉસિંગ કોમ્પ્લેક્સમાં રહે છે. તો બીજીતરફ દેબલિનાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘મેં સર્વાઇવ કરવા માટે ઘણો જ સંઘર્ષ કર્યો. મારો પરિવાર આ માટે જવાબદાર છે. હવે મારે શાંતિ જોઈએ છીએ. ગુડ બાય.’
તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી
પોલીસ દેબલિનાને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી. અહીંયા તે હજી પણ ક્રિટિકલ સ્થિતિમાં છે. પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે અને પરિવારના સભ્યોની પૂછપરછ કરશે. તો બીજીતરફ દેબલિના મોડલ તરીકે કામ કરે છે. તેણે ફિલ્મ તથા ટીવીમાં નાના-નાના રોલ પ્લે કર્યા છે. જોકે, દેબલિનાની આવક ઘણી જ ઓછી છે. આ જ કારણે તે પેરેન્ટ્સ પાસે પૈસા માગતી હોય છે.
પરિવાર સાથે ઝઘડો થયો હતો
થોડાં દિવસ અગાઉ દેબલિનાએ પિતા પાસે નવું ફેશન બુટિક ખોલવા માટે પૈસા માગ્યા હતા. જોકે, તેના પિતાએ ના પાડી દીધી હતી. તેને ભાઈ સાથે ઝઘડો થયો હતો. બીજા જ દિવસે તે કારમાં કોલકાતા પરત ફરી હતી અને તેણે તે રાત્રે ઊંઘની વધુ પડતી દવાઓ લઈ લીધી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).