Home Uncategorized મોદીની મુલાકાત બાદ પાલિકા-પંચાયતની ચૂંટણી જાહેર : 26મીએ મતદાન, 28મીએ પરિણામ

મોદીની મુલાકાત બાદ પાલિકા-પંચાયતની ચૂંટણી જાહેર : 26મીએ મતદાન, 28મીએ પરિણામ

Face Of Nation 28-03-2026 : ચૂંટણી પંચે ગુજરાતમાં મોદીની મુલાકાત અને સભા પુરી થતા જ પત્રકાર પરિષદ સંબોધીને ગુજરાતના મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે એટલે કે, પરિણામ જાહેર થશે. 6 એપ્રિલે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ જયારે ચકાસણી માટે 13 એપ્રિલ અને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત થતા આજથી જ આચારસંહિતાનો અમલ થઈ ચૂક્યો છે. ચૂંટણી પંચ સત્તાના પ્રભાવમાં કામગીરી કરી રહ્યું હોવાના અનેકવાર આક્ષેપો થયા છે. જો કે, આશ્વર્યજનક બાબત છે કે, ગુજરાતમાં મોદીની મુલાકાત અને સભા બાદ ચૂંટણી પંચની પત્રકાર પરિષદ યોજાય છે અને ચૂંટણીની તારીખો જાહેર થાય છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓ માટે એક જ દિવસે 26મી એપ્રિલને રવિવારે મતદાન યોજાશે. મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જો કોઈ સ્થળે પુનઃ મતદાનની જરુર પડે તો 27 એપ્રિલે યોજાશે. 28મી એપ્રિલે તમામ સંસ્થાઓની મતગણતરી અને પરિણામ જાહેર કરાશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

રાજ્યમાં ભાવવધારા સામે તોડફોડ કે તોફાનોના બનાવો નથી કેમ કે, તોફાનીઓ સત્તામાં બેઠા છે ?