Home Uncategorized હર્ષ સંઘવીને “નાક” જેવું છે ? : પાટણની ઘટનાએ “કાયદા”ના ધજાગરા ઉડાડ્યા...

હર્ષ સંઘવીને “નાક” જેવું છે ? : પાટણની ઘટનાએ “કાયદા”ના ધજાગરા ઉડાડ્યા !

Face Of Nation 17-03-2026 : હર્ષ સંઘવીને ગુજરાતના બોલ બચ્ચન કહેવામાં આવે છે. આ બોલ બચ્ચને “કાયદાના ધજાગરા ઉડાડનાર કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહિ” થી માંડીને “વરઘોડા તો નીકળશે જ” જેવા નિવેદનો આપીને મીડિયામાં ભરપૂર પબ્લિસિટી મેળવી લીધી પરંતુ ચાવવાના અલગ અને દેખાડવાના અલગ હોવાનું પાટણમાં બનેલી ઘટનાએ કહી દીધું. નાયબ મુખ્યમંત્રી પદે બેઠેલા હર્ષ સંઘવીને અને તેમની પોલીસને ગુંડાઓએ આ ઘટના થાકી જોરદાર તમાચો મારી દીધો છે અને જાણે કે કહ્યું છે કે, “તમારી પોલીસ અમારા સામે માયકાંગલી છે, તેમને દોડાવી દોડાવીને મારીશું અને કાયદાના જાહેરમાં ધજાગરા કરીશું, તમારાથી થાય તે તોડી લો.” નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સહીત રાજ્યના પોલીસ વડા અને પાટણના પોલીસ અધિકારીઓ માટે આ ઘટના અત્યંત શરમજનક કહી શકાય કે જ્યાં ગુંડાઓ આવતા વેંત પોલીસ ઉભી પૂંછડિયે ભાગે છે. શું લાચાર પોલીસ પાસે ગાડીમાં ટીયર ગેસ ગન કે બંદૂક કે લાકડી સહિતના કોઈ હથિયારો જ નહોતા ?? અને જો નહોતા તો આ ઘટના ઉપરથી હવે દરેક ગાડીમાં બે થી ત્રણ બંદુકો ફરજીયાત રાખી આવા ટાણે ભાગવાને બદલે ગુંડાઓનો સામનો કરવામાં આવશે તો આવી ઘટનાઓ નહિ બને.
દેશોની સરહદ ઉપર દુશમન દેશના સૈનિકો કે આતંકીઓ હુમલા કરે છે પણ જો દેશમાં જ પોલીસ ઉપર હુમલો કરવા ગુંડાઓનું ટોળું આવે અને પોલીસને ઉભી પૂંછડીએ ભાગવું પડે તે અત્યંત શરમજનક બાબત છે. આ ઘટના પાછી એવા રાજ્યમાં બને છે જે રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જાહેરમાં બોલ બચ્ચન બનીને ગુંડાઓ વિરુદ્ધ જાત જાતના બણગા ફૂંકે છે અને કેટલાક ભાજપનો ખેસ ઓઢીને બેઠેલા મીડિયાના પત્રકારો તેમના આ નિવેદનો બદલ વાહવાહી કરે છે અને વિશેષ અહેવાલો રજૂ કરે છે. આ દેશની આ જ દુર્દશા છે કે જ્યાં મીડિયા પણ નેતાઓના પગ પકડીને બેઠું છે. ખેર ! અત્યારે વાત કરીએ પાટણની ઘટનાની તો, આ ઘટના ગુજરાતના બનાસકાંઠામાં આવેલા ચાણસ્માના જીલીયા ફાર્મ હાઉસ ખાતે બની હતી. જ્યાં કેટલાક ગુંડાઓના ટોળાએ ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો. આ ફાર્મ હાઉસના માલિકે અગાઉથી જ પોલીસ પાસે સુરક્ષાની માંગણી કરી હતી. પોલીસના પ્રાથમિક તારણ અનુસાર, કોઈ મંદિરના નિર્માણ માટે ફાળો ઉઘરાવવાની બાબતે આ વિવાદ થયો હતો. આ અદાવત રાખીને કેટલાક લુખ્ખા અને માથાભારે તત્વો ઘાતક હથિયારો લઈને ફાર્મ હાઉસ પર ત્રાટક્યા હતા. ગુંડાઓને જોઈ હાજર પોલીસનો તમામ સ્ટાફ પાછો પડ્યો હતો. સુરક્ષા માટે પહોંચેલો 112 જન સુરક્ષાનો પોલીસ સ્ટાફ આ ગુંડાઓને જોઈને ડરીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો! આ ઘટના પછી લોકો સવાલ પૂછી રહ્યા છે કે જો રક્ષક જ ગુંડાઓથી ડરીને ભાગવા લાગે, તો સામાન્ય જનતાની સુરક્ષાની જવાબદારી કોની? પોલીસ ખુદ અસુરક્ષિત હોય તો ક્યાં છે કાયદો અને વ્યવસ્થા? આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે, તો બીજી તરફ આરોપીઓને પકડવામાં પણ પોલીસ ઢીલી સાબિત થઈ રહી છે.
લલકાર ન્યુઝે સૌ પ્રથમ આ ઘટનાનો અહેવાલ રજૂ કર્યો
ગુજરાતના કોઈ મીડિયાની તાકાત નથી કે સત્તાને સવાલ કરી શકે તેવામાં લલકાર ન્યુઝ દ્વારા સૌ પ્રથમ સનસનીખેજ રીતે આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ થકી આ ન્યૂઝના પત્રકારોએ પોલીસ અને ગૃહમંત્રીની આકરી ટીકા કરી હતી અને પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મીડિયાએ તેની ભૂમિકા તટસ્થતાથી નિભાવવી જોઈએ. ગુજરાતમાં બનેલી આ ઘટના તમામ ગુજરાતીઓની સુરક્ષા ઉપર સવાલ ઉઠાવે છે. આવતીકાલે કોઈ ગુંડાઓનું ટોળું તમારી ઉપર હુમલો કરવા આવશે અને તમારી પાસે પોલીસ હશે તો પણ તમારા બચાવની કોઈ ગેરન્ટી નથી તેની આ ઘટના સાક્ષી પુરે છે.
શરમજનક : DySPનો લૂલો બચાવ
આ મામલે DySP એ બચાવ કરતા કહ્યું કે, “પોલીસ ડરીને ભાગી નહોતી, પરંતુ ઘટનાસ્થળે પૂરતો સ્ટાફ ન હોવાને કારણે વધારાનો ફોર્સ લેવા માટે પોલીસની ગાડી પરત ગઈ હતી.” અરે ડીસીપી, શું પાયાવિહોણા બચાવ કરો છો. જો વધારાનો ફોર્સ લેવા તમારી પોલીસની ગાડીઓ ગઈ હતી તો પછી ખાલી ગાડીઓ જવાની જરૂર હતી. હાજર પોલીસ કર્મચારીઓ ગાડીમાં બેસીને ભાગ્ય હતા કેમ કે તેઓ ગાડીની ઉપર બીજા પોલીસ કર્મચારીને બેસાડીને લેવા ગયા હતા ??? પણ નરી વાસ્તવિકતા એ છે કે જ્યારે પોલીસ વધુ સ્ટાફ લઈને પાછી ઘટનાસ્થળે પહોંચી, ત્યાં સુધીમાં તો હુમલો કરનારા આરોપીઓ આરામથી નાસી છૂટ્યા હતા. હાલમાં પોલીસે આ મામલે 2 અલગ-અલગ ફરિયાદ નોંધી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

Video : કાલુપુર સ્વા. મંદિરની ગાદીએ બેઠેલા અને ભાજપના શરણે રહેલા એટોમ અને હાઇડ્રોજન બૉમ્બ !

ઈરાન યુદ્ધથી ગલ્ફ દેશોના અર્થતંત્રને ભારે નુકસાન, યુદ્ધ અટકાવવા અમેરિકા ઉપર દબાણ

પાખંડનું સામ્રાજ્ય ? : સેક્સકાંડના આરોપી મહંત, આચાર્યની ઉશ્કેરણી, પુરુષો પગમાં અને મહિલાઓ સાધુ સાથે સંસારમાં !