Face Of Nation 12-03-2026 : ફેસ ઓફ નેશનને પ્રજાની મળતી ફરિયાદોમાં સૌથી વધુ ફરિયાદો દારૂ અને ડ્રગ્સના વેચાણ બાબતની છે. આ બહુ મોટી ચોંકાવનારી બાબત છે કે, દારૂ અને ગાંજાનું બેફામ વેચાણ છતાં પોલીસ કે સત્તા ગંભીર નથી માત્ર સીન સપાટા કરે છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી જેટલા સીન-સપાટા કરીને દેખાવડા કરે છે તેના કરતા ખરા અર્થમાં કામગીરી દેખાડે તો પરિસ્થિતિ કંઈક જુદી જ હોઈ શકે છે. જે રાજ્યમાં સત્તા ઇચ્છતી હોય કે દારૂ અને ડ્રગ્સનું વેચાણ થાય ત્યાં પોલીસ કે પ્રજા કશું કરી શકતા નથી. અમદાવાદ, જેતલપુર, ગાંધીનગર, સુરત, રાજકોટ સહીત સુરેન્દ્રનગરમાં રતનપર ખાણ વિસ્તારમાં બેફામ દારૂ અને ગાંજાનું વેચાણ થઇ રહ્યું હોવાની ફરિયાદો ફેસ ઓફ નેશનને મળી છે.
અમદાવાદ, મહેસાણા, પાલનપુર, રાજકોટ, સુરત, વડોદરા, કચ્છ સહીત ગુજરાતમાં એકેય શહેર કે ગામ એવું નથી કે જ્યાંથી દારૂ ન મળે. સરકાર કે પોલીસ અધિકારીઓ હવે ગમે તે લુલા બચાવો કરે તે મગજમાં ઉતરે તેમ નથી કેમ કે, પ્રજા જયારે કોઈ કાયદો તોડે તો પોલીસ કેમેરાથી તેના ઘર સુધી મેમો પહોંચાડી દે તો તે પોલીસને દારૂની ટ્રકો પસાર થતી નજરે નથી ચઢતી ? કેમ પોલીસનું બાતમીદારોનું નેટવર્ક દારૂ શબ્દ આવતા જ ભૂગર્ભમાં જતું રહે છે તે બધા સવાલોના એક જ જવાબ છે કે, સત્તા ઈચ્છે છે કે રાજ્યમાં દારૂ વેચાય. હવે તો દારૂ કરતા ડ્રગ્સનું વેચાણ વધતું જઈ રહ્યું છે. દારૂ સામાન્ય થઇ ગયો છે અને ડ્રગ્સ હવે દારૂનું સ્થાન લઇ રહ્યું છે. સત્તાધારી ભાજપ વિકાસની ગુલબાંગો પોકારી રહ્યું છે. હા વિકાસ ચોક્કસ થયો છે. ગઈકાલે દેશી અને વિદેશી દારૂની રેલમછેલ હતી અને આજે ડ્રગ્સની. જો તમામ વિકાસની વાહવાહી સત્તા લુંટતી હોય તો પછી દારૂમાંથી ડ્રગ્સ સુધીનો વિકાસ પણ સત્તાને આભારી છે અને તે વિકાસનો સ્વીકાર પણ ભાજપે કરવો જોઈએ. જો પોલીસ કે સત્તા કે નેતાઓને અમારો આ લેખ ખોટો લાગ્યો હોય તો ગુજરાતમાંથી જેમ દારૂ વેચાવવાની ફરિયાદો આવે છે તેમ દારૂ વેચાતો નથી તેવી ફરિયાદો શરૂ થાય તેવા કામો કરી દેખાડે અન્યથા અમે અને ગુજરાતની તમામ જનતા એમ જ માનશે કે, ગુજરાતમાં સત્તાની મરજીથી દારૂનું ધૂમ વેચાણ થાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
કાલુપુર સ્વામિ. સંપ્રદાય વિરુદ્ધ EDમાં ફરિયાદ, આચાર્ય ભાજપના શરણે, કાર્યવાહી અશક્ય !



