Home Crime રાજકોટમાં પોલીસમેન-તેના મિત્રોની લુખ્ખાગીરી : કોન્સ્ટેબલે સાત મિત્ર સાથે ઇંડાં ખાધા, પૈસા...

રાજકોટમાં પોલીસમેન-તેના મિત્રોની લુખ્ખાગીરી : કોન્સ્ટેબલે સાત મિત્ર સાથે ઇંડાં ખાધા, પૈસા માગ્યા તો બધાએ ભેગા થઈ 12 વર્ષના પુત્રને 14 ધોકા ફટકાર્યા!

Face Of Nation 27-06-2022 : રાજકોટમાં પોલીસમેનની લુખ્ખાગીરીનો મામલો સામે આવ્યો છે. ઘટના રવિવાર રાતની છે. ક્રાઇમ બ્રાંચના પોલીસમેને તેના સાત મિત્ર સાથે ઇંડાંની લારીએ નાસ્તો કર્યો. નાસ્તા બાદ લારી-સંચાલકે પૈસા માગતાં મામલો બિચકાયો હતો. મફતમાં ખાવા ટેવાયેલા આ પોલીસે મિત્રો સાથે મળી લારી-સંચાલકના 12 વર્ષના પુત્રને 14 ધોકા ફટકાર્યા હતા. અગાઉ પણ ફરિયાદી પાસેથી પણ તોડ કરવા માટે પંકાયેલી ક્રાઇમ બ્રાંચના તત્કાલીન પીઆઇ સહિતના સ્ટાફની બદલી અને સસ્પેન્ડ કર્યા સહિતનાં પગલાં લેવાયાં હતાં. છતાં ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓના માનસમાંથી હજુ પણ ખાખીનો રોફ જતો નથી.
12 વર્ષના પુત્ર હૈદરને ટાર્ગેટ કર્યો
હેમુ ગઢવી હોલ પાસે ઇંડાંની લારી રાખીને ધંધો કરતા રજાક પીપરવાડિયાએ રડતાં રડતાં જણાવ્યું હતું કે રવિવારે રાત્રે 12 વાગ્યાના અરસામાં પોતે પોતાની લારીએ હતો ત્યારે ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતો ધમભા ઝાલા, તેની સાથે ગજુભા પરમાર, નવદીપસિંહનો વિકલાંગ પિતરાઇ ભાઇ તથા 5 શખસ લારીએ નાસ્તો કરવા આવ્યા હતા. આઠેય લોકોએ ભરપેટ નાસ્તો કર્યા બાદ ચાલતી પકડતાં લારી-સંચાલક રજાકે પૈસા માગતાં ક્રાઇમ બ્રાંચના પોલીસમેન ધમભા ઝાલાનો પિત્તો ગયો હતો અને તેણે ખાખીનો રોફ જમાવ્યો હતો, તેની સાથે રહેલા તેના સાત મિત્ર પણ બેફામ બન્યા હતા, અને લારી-સંચાલક રજાકના 12 વર્ષના પુત્ર હૈદરને ટાર્ગેટ કર્યો હતો.
ખુરશી ટેબલને પણ લાતો મારી હતી
પોલીસમેન ધમભા ઝાલા સહિત આઠેય શખસ ધોકા લઇને માસૂમ હૈદર પર તૂટી પડ્યા હતા, પુત્રને બચાવવા દોડેલા રજાક પીપરવાડિયાને પણ પોલીમેન આણી આ ગેંગે ઢોરમાર માર્યો હતો, પોલીસમેનની લુખ્ખાગીરીથી લારીએ નાસ્તો કરવા આવેલા અન્ય શહેરીજનોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. પોલીસમેન સહિતના શખસોએ લારીમાથી ઇંડાં સહિતની વસ્તુઓ રસ્તા પર ઉલાળ્યા હતા અને ખુરશી ટેબલને પણ લાતો મારી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).