Face Of Nation 27-02-2026 : મોટેરા સ્થિત લંપટ આસારામે જે રીતે તેના સાધકોને ઉશ્કેર્યા હતા અને સાધકો તોફાને ચઢ્યા હતા તે જ રીતે જાહેરમાં કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્ર પાંડેએ તેમના અનુયાયીઓને ઉશ્કેર્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે, જે સંસ્થાના વડા આવા હોય તેના અનુયાયીઓ ગુંડાગીરીના માંચડે ચઢીને નાચે તેમાં કોઈ બે મત નથી. ગત તારીખ 22 ફેબ્રુઆરી, રવિવારના રોજ ગાંધીનગર કલોલ હાઇવે ઉપર આવેલા જમિયતપુરા ખાતે સમૈયો ઉત્સવનો સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં સમૈયો કાર્યક્રમમાં સમિતિ સભ્ય કે સ્વંય સેવક તરીકે સેવા આપી હોય તેવા ખાસ અનુયાયીઓને એકઠા કરવામાં આવ્યા હતા. જ્યાં જાહેરમાં આચાર્ય કૌશલેન્દ્ર પાંડેએ ઉપસ્થિત લોકોને ઉશ્કેર્યા હતા. પ્રસંગ હતો સત્કાર સમારંભનો પરંતુ આચાર્યએ કોઈ પણ પ્રકારની સત્સંગની કે ભગવાનની કે ઉત્સવની વાત કરી નહોતી. એકાદ કલાકના પ્રવચન દરમ્યાન કૌશલેન્દ્રએ માત્ર ઉપસ્થિત લોકોને ઉશ્કેરવાની અને વિરોધીઓની જ વાતો કરી હતી. છેલ્લા ઘણા સમયથી કલોલ ગુરુકુળ અને કાલુપુર સ્વામિનારાયણ સંસ્થા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આચાર્યની નજર કલોલ ગુરુકુળ ઉપર છે. આચાર્યે માંગ કરી છે કે, કલોલ ગુરુકુળ કાલુપુર સંસ્થાના નામે કરી આપવામાં આવે અને કલોલ ગુરુકુળ દ્વારા આચાર્યની આ માંગને ઠુકરાવી દેવામાં આવી છે. જો કે રવિવારે આચાર્યએ મન અને મગજમાં રહેલો બળાપો જાહેરમાં કાઢ્યો અને આસારામ વાણી શરૂ કરી. આચાર્યએ ધાર્મિક અને સત્સંગની વાતો બાજુમાં રાખીને હાજર લોકોને ઉશ્કેર્યા અને કહ્યું કે, “ફરિયાદી નહિ, તહોમતદાર બનો. પોલીસથી હું બચાવી લઈશ”. રાજકીય પાવર જાણે કે આચાર્યના ખિસ્સામાં હોય તેમ ઉપસ્થિત લોકોને “પોલીસથી હું બચાવી લઈશ” તેવી ડંફાસ મારીને કાયદા અને તંત્રના લીરેલીરા ઉડાડ્યા હતા. (વાંચો આવતા અંકે : હરિભક્તો કેમ સંસ્થા પાછળ આંધળા બન્યા છે ? : આચાર્યના ખાસ સાધુઓ કરે છે પૈસાનું ફાઇનાન્સ)
કૌશલેન્દ્ર પાંડેએ ગત રવિવારે તારીખ 22ના રોજ તેમના અનુયાયીઓને સંબોધતા જણાવ્યું હતું કે, “અમને જાણ કરવાની જરૂર નથી. તમે પૂરું કરીને આવો. ફરિયાદ સામેથી આવવી જોઈએ” આટલેથી નહિ અટકીને તેઓએ વધુમાં કહ્યું કે, “આ જે ગુરુકુળ છે આ બધા શું છે શું ? મને કોઈ માણસ કહેશે ? કોક તમે જઈને ઉભા રહોને મારા પાસે કેટલાય આવે છે મેં કીધુંયે છે કે, ઓલા અમે એડમિશન લેવા ગયા ને આટલા લાખ માંગતા હતા કે થોડા ઓછા કરો ને કે ક્યાં અમારા બાપનું છે, એ ધંધો લઈને બેઠો છે. ખાલી કપડાં પહેરી લે એને સાધુ ના માનશો.” આટલેથી તેમનો બળાપો શાંત ન થતા તેઓએ વધુમાં આક્રોશ કાઢતા કહ્યું કે, “ટાર્ગેટ એને બનાવવના છે અને ફરિયાદ મારી પાસે આવવી જોઈએ કે તમે ટીચીને આવ્યા છો, અને ટીચજો. હું છૂટ આપું છું. મેં હમણાં જ વાત કરી હતી કે, યુવક મંડળ જયારે ઉત્સવ થતો હતો ત્યારે રાત્રે ઈલિગલ જગ્યાએ પાટિયા મારી આવતા હતા, કોકના બોર્ડ ઉપર ચોંટાડી આવતા હતા. પોલીસ વાળા પકડી જાય અને હું છોડાઈ આવતો હતો. શું ફેર પડે છે ?” આટલેથી નહિ અટકીને આખરે પેટમાં રહેલી વાત મોઢે લાવીને કલોલ ગુરુકુળ વિરુદ્ધ આડકતરી રીતે બળાપો કાઢી લીધો કે, “પ્રત્યક્ષ જ દાખલો જોઈ લો અહીં પાડોશમાં જ છે, ઉખાડીને મૂકી દીધું. મેં કીધું જાઓ નથી જોઈતું તમારું નાટક અને એવા કેટલાય લાઈનમાં છે, હરખા નહિ ચાલે તો બધાય જશે. મને કોઈ ચિંતા નથી.” (વાંચો આવતા અંકે : હરિભક્તો કેમ સંસ્થા પાછળ આંધળા બન્યા છે ? : આચાર્યના ખાસ સાધુઓ કરે છે પૈસાનું ફાઇનાન્સ)
અગાઉ આચાર્યના ઈશારે ઘણીવાર યુવક મંડળના કેટલાક લોકોએ મંદિરોમાં સાધુઓ ઉપર હુમલા કરી લુખ્ખાગીરી કરેલી છે. હવે આ હુમલાનું સ્થાન કલોલ વિશ્વમંગલ ગુરુકુળને અને સાધુઓને બનાવવામાં આવે તેવી પ્રબળ શંકા છે. કેમ કે, આચાર્ય કૌશલેન્દ્ર પાંડેએ જાહેરમાં યુવક મંડળના સભ્યોને ઉશ્કેર્યા છે અને બેફામ વાણી વિલાસ કર્યો છે. આચાર્યએ તેમના નિવેદન થકી પેટનો દુખાવો જાહેર કરી દીધો છે. અહીં સ્પષ્ટ થાય છે કે, જે આચાર્ય જાહેરમાં આ પ્રકારની ભાષાનો પ્રયોગ કરતા હોય તે બંધબારણે વિરોધીઓની વિરુદ્ધ ઝેર ઓકતા હશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી કાલુપુર તાબાના કલોલ વિશ્વમંગલ ગુરુકુળને આચાર્ય કૌશલેન્દ્ર પાંડેએ લખી આપવા માંગણી કરી હતી. જો તે સંસ્થાના સાધુઓ દ્વારા તેમની માંગ પ્રમાણે સંસ્થા લખી આપવામાં નહીં આવે તો તમામ સાધુઓને સંસ્થામાંથી હાંકી કાઢવામાં આવશે તેવી ધમકી પણ આપી હતી. જે ધમકીને તાબે સાધુઓ ન થતા આખરે બે મહિના અગાઉ અંકમાં આ સાધુઓની હકાલપટ્ટી કરવા અંગેનો એક ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ સાધુના મંડળનો વાંક એટલો જ હતો કે તેઓ આચાર્યની ધમકીને તાબે ન થાય અને ડરપોક આચાર્યએ તકનો લાભ લઇ અનુયાયીઓને સંબોધતા તેમની મેલી મુરાદ જાહેરમાં ઓકી હતી. આચાર્યના પેટમાં અને મગજમાં સાધુઓ પ્રત્યે રહેલો વેરભાવ અને ઘૃણા શબ્દો થકી સ્પષ્ટ થઇ ગયા છે. જો કે હવે કાલુપુર સંસ્થા પાસે હવે સાચા અને સારા સાધુઓ રહ્યા પણ નથી. જે છે તે આચાર્યની જી હજુરી કરનારા છે અને વર્ચસ્વ વિનાના છે. જે સમાજ અને સત્સંગમાં વર્ચસ્વ ધરાવતા હતા તે સાધુઓ સંસ્થાથી આચાર્ય અને લાલજીની આપખુદ્શાહીને લીધે ત્રાસી જઈને છુટા થઇ ગયા છે. તે બાબત સાધુ કરતા સંસ્થા અને આચાર્ય માટે વધુ શરમજનક છે. ખરેખર કલોલ ગુરુકુળના સાધુઓ તો માનસિક ત્રાસમાંથી મુક્ત થયા તેમ કહેવામાં કોઈ અતિશક્યોક્તિ નથી કેમ કે જ્યાં અંધ ભક્તોના ટોળા હોય અને ભક્તોને હુમલા કરવા માટેનું જ્ઞાન ખુદ સંસ્થાના વડા દ્વારા પીરસવામાં આવતું હોય ત્યાં શું આશા રાખી શકાય ? આ બધું જોતા એમ લાગે છે કે ખરેખર કળિયુગનો પગપેસારો થઇ ચુક્યો છે જ્યાં ધર્મની આડમાં ધાર્મિક ગુંડાઓ ઉભા થઇ રહ્યા છે. (વાંચો આવતા અંકે : હરિભક્તો કેમ સંસ્થા પાછળ આંધળા બન્યા છે ? : આચાર્યના ખાસ સાધુઓ કરે છે પૈસાનું ફાઇનાન્સ) (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
ભક્તો આનંદો ! : કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના દાન-ધર્માદાના પૈસે લાલજીનું બાલીમાં “હનીમૂન” થયું ?



