Face Of Nation 23-01-2026 : મોદી મોદી અને ભાજપ ભાજપ કરતા મોટાભાગના લોકોની વરવી વાસ્તવિકતા એવી છે કે, આ લોકો પોતાના સંતાનોને દેશમાં ઉછેરવા નથી માંગતા. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો દેશ છોડીને વિદેશમાં સ્થાયી થવાના સપના સાથે નીકળે છે. આજે મોટી સંખ્યામાં ભારતીયો વિશ્વના જુદા જુદા દેશોમાં વસવાટ કરી રહ્યા છે. આશ્વર્યજનક બાબત એ છે કે, આ ભારતીયો હાલમાં રહેલી ભાજપ સરકારથી પોતાની જાતને ખતરો છે તેવું બતાવીને એસાઇલમ માંગે છે અને આ જ લોકો મોદી અને ભાજપની વાહવાહી કરે છે. આ એવા લોકો છે જેઓ દેશ છોડીને વિદેશમાં સ્થાયી થયા છે છતાં દેશની વાહવાહી કરવાની એક ક્ષણ ચુકતા નથી. ખરેખર જો આ લોકો દેશપ્રેમી હોય તો ભારત પરત ફરી જવું જોઈએ. એક નગ્ન સત્ય છે કે, અમેરિકામાં ભારતીય જ ભારતીયનો દુશમન છે. મોટાભાગના ભારતીયોને એ વાત નથી પસંદ પડતી કે કોઈ ભારતીય આગળ વધે. આખા અમેરિકામાં માત્ર ગુજરાતી જ એક એવી પ્રજા છે જે ક્યારેય ગુજરાતીને સહયોગ કરવામાં માનતી નથી. હા ! આગળ વધતા ગુજરાતીને અટકાવવો કેવી રીતે તેના માટે ચોક્કસ પ્રયાસો કરે છે. આ એક કડવું સત્ય છે. ખેર હાલમાં વાત કરીએ ટ્રમ્પની કામગીરીની તો ટ્રમ્પ જે રીતે પોતાના દેશ માટે ગેરકાયદે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે તેમાં કશું ખોટું નથી. ટ્રમ્પ એ જ કાર્ય કરી રહ્યા છે જે મોદી ભારતમાં કરી રહ્યા છે. મોદી બાંગ્લાદેશીઓને કાઢી રહ્યા છે અને ટ્રમ્પ તમામ ગેરકાયદે લોકોને.
મોદી જે રીતે હિન્દુવાદને હથિયાર બનાવીને દેશના વડાપ્રધાન બન્યા છે અને ભારતીયોએ તેમને આવકાર્યા છે તે જોતા ટ્રમ્પ પણ તેમના દેશમાં એ જ કામ કરી રહ્યા છે. ટ્રમ્પ પણ અમેરિકા ફર્સ્ટના નારા સાથે જીત્યા છે અને સત્તા સ્થાને બેઠા છે. જે મોદી પોતાના દેશ માટે કરી રહ્યા છે તે જ કામ ટ્રમ્પ પણ પોતાના દેશ માટે કરી રહ્યા છે. મોદી ભારતમાં રહેનારા બાંગ્લાદેશીઓને ખસેડી રહ્યા છે તો ટ્રમ્પ પણ તેમના દેશમાં રહેલા ગેરકાયદે લોકોને ખસેડી રહ્યા છે. તેમાં કશું ખોટું નથી. ટ્રમ્પ અને મોદી બંને તેમના દેશ માટે કાર્યવાહી કરી રહ્યા છે. અમેરિકામાં વસનારા ઘણા બધા ભારતીયો ટ્રમ્પની નીતિરીતિનો વિરોધ કરી રહ્યા છે. આ એ જ ભારતીયો છે જેમને દેશમાં રહેવું નથી છતાં મોદી મોદી કરીને ભાજપને સહયોગ આપી રહ્યા છે. ખરેખર તો વિદેશમાં રહીને મોદી-મોદી કરનારાઓએ એટલો વતન પ્રેમ હોય તો ભારત પરત ફરી જવું જોઈએ. આ એવા લોકો છે જેઓને પોતે કે પોતાના બાળકોને ભારતમાં કાયમી વસવાટ માટે મોકલવા નથી અને ભારતની વાહવાહી કરવી છે. આ એક અજુગતી બાબત કહેવાય કે, ભારત બહાર વસનારા લોકો ભારત વિકસિત અને ભાજપ તથા મોદી ઉપર અભિમાન હોય તેવું દેખાડે છે અને મોદી મોદી કરતા થાકતા નથી.
ભારત અને ભારતના નેતાઓ માટે દેશપ્રેમ હોય તેમાં કશું ખોટું નથી પરંતુ જયારે તમે જાહેરમાં કે સોશિયલ સાઈટો ઉપર ખુલ્લે આમ મોદીનો પ્રચાર કરતા હોવ, મોદીની કાર્યપધ્ધતિનો પ્રચાર કરતા હોવ અને તમે દેશમાં જ રહેતા ન હોવ તો ચોક્કસ તે એક ચાપલુસીથી વિશેષ નથી. ખરા અર્થમાં જો આવા લોકો દેશભક્ત હોય કે દેશના વડાપ્રધાનની કાર્યપદ્ધતિથી સંતુષ્ટ હોય તો તેઓએ તેમના દેશમાં જઈને વસવાટ કરવો જોઈએ અન્યથા દેશ બહાર રહીને સત્તાધારીઓની વાહવાહ કરવાનો તેમને કોઈ અધિકાર નથી. કેમ કે, આવા લોકો હાલમાં દેશમાં રહેનારા લોકો માટે સંકટ બની રહ્યા છે. ખરેખર તો દેશપ્રેમી એ લોકો છે જે ભારતમાં રહીને દેશના વિકાસમાં ફાળો આપી રહ્યા છે. આવા લોકોને દેશના વડાપ્રધાનથી લઈને દેશ માટે બોલવાનો ચોક્કસ અધિકાર છે કેમ કે, સત્તાની સાચી કામગીરી તો તેમને જ દેખાય છે.
કરોડો ખર્ચીને પોતાના સંતાનોને વિદેશ મોકલી બાદમાં પોતે પણ વિદેશ જતા રહેતા લોકો સોશિયલ સાઈટો ઉપર દેશ ભક્તિ દેખાડી રહ્યા છે. વિદેશમાં બેઠા બેઠા મોદી, ભાજપ અને ભારતની વાહવાહી કરતા લોકો દેશ માટે એટલા જ ખતરનાક છે જેટલા ભ્રષ્ટાચારી નેતાઓ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
વિવાદની પડદા પાછળની કહાની : સત્તા વિરોધી નિવેદનો શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ભારે પડ્યા !
અનાર પટેલ એટલું નબળું વ્યક્તિત્વ નથી જેને રાજકારણમાં આવવા માટે સામાજિક હોદ્દાની જરૂર પડે !



