Face Of Nation 14-01-2026 : અમેરિકામાં બૌદ્ધ સાધુઓની ઝલક જોવા માટે અમેરિકનો ટોળે વળી તલપાપડ થઈ રહ્યા છે. આ બૌદ્ધ સાધુઓ ખરેખર સાધુતા શબ્દની વ્યાખ્યા સાર્થક કરી રહ્યા છે. આ સાધુઓને ઠેર ઠેર માન-સન્માન મળી રહ્યું છે અને અમેરિકનો તેમની ભરપૂર આગતા-સ્વાગતા કરી રહ્યા છે. લોકો રસ્તા ઉપર કાગડોળે સાધુઓની એક ઝલક જોવા રાહ જોતા જોવા મળે છે. જો કે બદનસીબી હજુ સુધી ક્યારેય ધર્મના પ્રચારનો ઝંડો હાથમાં ઝાલીને નીકળેલા કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ માટે આવો પ્રેમ જોવા મળ્યો નથી. કેમ કે, હિન્દુ ધર્મના મોટાભાગના તમામ સાધુઓ કે ધર્મગુરુઓને વિદેશમાં ધર્મના પ્રચાર કરતા ડોલરમાં વધારે રસ હોય છે. આ એક નગ્ન સત્ય છે.
બૌદ્ધ સાધુઓ દ્વારા અમેરિકાના ટેક્સાસથી વોશિંગ્ટન સુધીની 2300 માઈલની પદયાત્રા શરૂ કરવામાં આવી છે. આ પદયાત્રામાં એક વફાદાર કૂતરું કે જેનું નામ અલોકા છે તે પણ સામેલ થયું છે. અમેરિકા સહીત સમગ્ર વિશ્વમાં શાંતિ, પ્રેમ, દયા અને કરુણા પ્રત્યે જાગૃતિ લાવવા માટે બૌદ્ધ સાધુઓ દ્વારા આ વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
વોક ફોર પીસ નામના જૂથ અનુસાર, “અમેરિકા અને વિશ્વમાં શાંતિ, પ્રેમાળ દયા અને કરુણા પ્રત્યે જાગૃતિ લાવવા” માટે લગભગ 24થી વધુ સાધુઓએ 26 ઓક્ટોબરના રોજ ફોર્ટ વર્થ, ટેક્સાસથી તેમની પદયાત્રા શરૂ કરી હતી. વોશિંગ્ટન ડીસી પહોંચતા પહેલા સાધુઓએ 10 રાજ્યોમાંથી પ્રવાસ કરવાની યોજના બનાવી હતી. આ પ્રવાસમાં તેમને અદભુત અમેરિકન જનમેદનીનો સહયોગ મળી રહ્યો છે. અમેરિકન લોકો આ સાધુઓ માટે જમવાથી લઈને પાણી અને રહેવાની સેવાઓ કરવા માટે રીતસર પડાપડી કરી રહ્યા છે. આ સાધુઓના ગ્રુપમાં પગપાળા સાથે ચાલી રહેલું અલોકા નામનું કૂતરું પણ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://chat.whatsapp.com/B70iYWBxAMHJhA5Bgpo5hU આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).



