Face Of Nation 20-12-2025 : અત્યારના કલાકારો કલાને વહેંચી તવાયફ જેવા બની ગયા છે. તવાયફ જેમ પૈસા આપે ત્યાં નાચ કરે તેમ આજના કલાકારો પૈસા આપે તેના વખાણ અને ગુણગાન કરતા થાકે નહિ. તાજેતરમાં કિર્તીદાને કચ્છમાં અદાણી દ્વારા યોજાયેલી કથામાં અદાણી કંપનીના વખાણ કરીને એ વાતની સાબિતી પુરી દીધી કે જે પૈસા આપે તે ગમે તેવો ગુનેગાર હોય પણ તેના ગુણગાન ગાવાના. એમાં કઈ કિર્તીદાન કે માયાભાઈનો વાંક નથી કેમ કે તે જ તો તેમનો ધંધો છે.
અદાણી પોર્ટ્સ એન્ડ એસ.ઈ.ઝેડ લિમિટેડ દ્વારા મુન્દ્રા તાલુકાના સિરચા ખાતે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કથામાં કિર્તીદાન ગઢવીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કિર્તીદાન ગઢવીએ ડાયરામાં ગીત ગાયું, જેમાં અદાણી કંપનીના વખાણ કરતી ગીતની એક કડી ગાઈ હતી. જેના કારણે અગાઉથી જ વિરોધનો સામનો કરી રહી છે તે અદાણી કંપની અને કિર્તીદાન ફરી ચર્ચામાં આવ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં કોઈ નવાઈની વાત નથી કેમ કે, અત્યારના કલાકારો પૈસાના પૂજારી અને પૈસા ફેંકે તેના ગુણગાન ગાતા થઇ ગયા છે. બાકી હતું તો સત્તાને ખોળે જઈને બેસી ગયા એટલે ઘણીવાર સ્ટેજ ઉપરથી ડાયરાઓ સાઈડમાં રાખીને સત્તાની ચાપલુસી કરવા માંડે છે. જુના કલાકારો ખરા અર્થમાં કલાકારો હતા કેમ કે તેઓ ડાયરો કરવા આવતા તો શૌર્યરસની વાતો સહીત પૌરાણિક કથાવાર્તાઓ સંભળાવતા. પૈસા માટે કોઈના ખોળે નહોતા બેસતા.
અદાણીના ડાયરામાં કિર્તીદાન ગઢવીના સ્વરે ગાયેલા ગીતમાં તેમણે અદાણી કંપની જેવી કોઈ કંપની નથી તેવા ભાવાર્થવાળી વાત કરતા સોશિયલ મીડિયા પર લોકો ભડક્યા છે અને કિર્તીદાનને ટ્રોલ કરી રહ્યા છે. કિર્તીદાને માત્ર પૈસા લઈને અદાણીની દલાલી કરી તેમ કહેવામાં કોઈ બે મત નથી પણ લોકો તેમની આ દલાલીને વખોડી રહ્યા છે. મહત્વની વાત એ છે કે, અદાણી પોતાના વીજળીના પોલ અને હાઈ ટેન્સન લાઈનને લઈ ખેડૂતોનો આક્રોશ સહન કરી રહી છે. તેવામાં વાંઢીયા ગામ અને લોડાઈ ગામના ખેડૂતો આરપારની લડાઈ માટે ઉતર્યા હોય તેમ કચ્છ હાઈવે ચક્કાજામ પણ કરાવી ચૂક્યા છે ત્યારે અદાણી કંપનીની કચ્છની કથાને પણ લોકો કોઈ યોજનાનો ભાગ હોય તેમ જોઈ રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
![maxresdefault[1]](https://www.faceofnation.news/wp-content/uploads/2025/12/maxresdefault1-640x360.jpg)


