Home News શાંતિ, પ્રેમ અને કરુણાની જાગૃતિ માટે બૌદ્ધ સાધુઓની અમેરિકાના ટેક્સાસથી વોશિંગ્ટન સુધી...

શાંતિ, પ્રેમ અને કરુણાની જાગૃતિ માટે બૌદ્ધ સાધુઓની અમેરિકાના ટેક્સાસથી વોશિંગ્ટન સુધી 2300 માઈલની પદયાત્રા

Face Of Nation 22-11-2025 : બૌદ્ધ સાધુઓ દ્વારા અમેરિકાના ટેક્સાસથી વોશિંગ્ટન સુધીની 2300 માઈલની પદયાત્રા શરૂ કરવામાં આવી છે. આ પદયાત્રામાં એક વફાદાર કૂતરું કે જેનું નામ અલોકા છે તે પણ સામેલ થયું છે. અમેરિકા સહીત સમગ્ર વિશ્વમાં શાંતિ, પ્રેમ, દયા અને કરુણા પ્રત્યે જાગૃતિ લાવવા માટે બૌદ્ધ સાધુઓ દ્વારા આ વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
વોક ફોર પીસ નામના જૂથ અનુસાર, “અમેરિકા અને વિશ્વમાં શાંતિ, પ્રેમાળ દયા અને કરુણા પ્રત્યે જાગૃતિ લાવવા” માટે લગભગ 24થી વધુ સાધુઓએ 26 ઓક્ટોબરના રોજ ફોર્ટ વર્થ, ટેક્સાસથી તેમની પદયાત્રા શરૂ કરી હતી. વોશિંગ્ટન ડીસી પહોંચતા પહેલા સાધુઓએ 10 રાજ્યોમાંથી પ્રવાસ કરવાની યોજના બનાવી હતી. અત્યાર સુધી, સાધુઓએ તેમના ટ્રેક પર ટેક્સાસના વિવિધ શહેરોની મુલાકાત લીધી છે, જેમાં ઓસ્ટિન અને હ્યુસ્ટનનો સમાવેશ થાય છે. પોલીસની ગાડી પણ સાધુઓની આ યાત્રાને સતત એસ્કોર્ટ કરી રહી છે. જેથી તેમની સુરક્ષામાં કોઈ ચૂક ન રહે.
આ પદયાત્રા દરમ્યાન સાધુઓને અકસ્માત થયો હતો. જેમાં એક ટ્રક ચાલકે ટક્કર મારતા કેટલાક સાધુઓ ઘાયલ થયા હતા તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. આ અકસ્માત બાદ યાત્રા રોકી દેવામાં આવી હતી જો કે તે ફરીથી પછી શરૂ કરવામાં આવી છે અને નિર્ધારિત રૂટ ઉપર આગળ વધી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).