Face Of Nation 11-08-2025 : આજકાલ ગાયક કલાકારોમાં ભાજપના લોકપ્રિય થવાનો એક ક્રેઝ ચાલ્યો છે. કલાકારો જેટલી તેમની કલાકારી નથી દેખાડતા તેટલી મોદી અને ભાજપની સુફિયાણી વાતો કરીને ભાજપ અને મોદીનો પ્રચાર કરી રહ્યા છે. ખરેખર ગાયક કલાકારોમાં એટલો જ ભાજપ પ્રેમ અને દેશ પ્રેમ હોય તો ભારત સિવાય કોઈ અન્ય દેશોમાં કાર્યક્રમો કરવા જ ન જવું જોઈએ. તાજેતરમાં ગીતા રબારીનો એક વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ગીતા રબારી કહી રહ્યા છે કે, “યે વો નયા ભારત હૈ ઔર હેમ સબ નયે ભારત કે વાસી હૈ, યે નરેન્દ્ર મોદી કા નયા ભારત હૈ જો કિસીકે આસામને ઝુકને વાલા નહીં હૈ. ઔર ભારત કે સામને કિસી કી ટિકને કી ઔકાત નહીં ફિર ભી અપની ઓકાત ભુલકે સામને આ જાતે હૈ”. ખેર તેમનો ભાજપ પ્રેમ અને દેશ પ્રેમ યોગ્ય છે પણ તેઓ આ વાત સાથે વિદેશમાં પણ પોગ્રામ કરવા જાય અને વિદેશી પોગ્રામમાં ભારત પ્રેમ દેખાડે તે કેટલું યોગ્ય છે. શું તેઓએ તેમના દેશ પ્રેમ માટે ક્યારેય કોઈ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો ? કે કોઈ દેશમાં કાર્યક્રમ કરવા જવાનો બહિષ્કાર કર્યો ? ના, એવું થશે પણ નહિ કેમ કે તેઓ પણ જાણે છે કે, તેઓને તેમના દેશ કરતા વિદેશમાં કાર્યક્રમ કરીને વધારે પૈસા કમાવવા મળે છે.
જો તમે ગીતા રબારીની વાતને સમર્થન આપી શકો તો ભારતમાં રહેતા બાંગ્લાદેશીની વાતને પણ સમર્થન આપવું જ જોઈએ. તે પણ અન્ય દેશમાં આવીને તેમના દેશની વાત રજૂ કરી રહ્યા છે, જેમ ગીતા રબારી તેમની વાત અન્ય દેશમાં જઈને રજૂ કરી રહ્યા છે. ખરેખર આ કલાકરોને કોઈ દેશપ્રેમ જેવું નથી પણ પૈસા મળે એટલે દેશપ્રેમ બતાવવો પડે તેમ છે. બાકી, ખરેખર દેશ પ્રેમ હોય તો ક્યા કલાકારે એવી જાહેરાત કરી કે જે દેશ મારા ભારત દેશની વિરુદ્ધ બોલે છે કે મારા ભારતની વિરુદ્ધમાં છે તે દેશમાં કોઈ કાર્યક્રમ કરવા નહિ જઈએ”. કોઈએ નહિ કેમ કે પૈસો સૌને વ્હાલો છે. પછી ભલે ટ્રમ્પ મોદી વિરુદ્ધ ગમે તેમ બોલે પણ અમેરિકાથી ડોલર મળે છે એટલે અમેરિકા જઈને પોગ્રામ પણ કરવાના અને સ્ટેજ ઉપરથી દેશભક્તિ પણ દેખાડવાની તે કેટલું યોગ્ય છે ? જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતના કોઈ પણ કલાકારો ગુજરાતમાં કાર્યક્રમ કરતા નથી કેમ કે મોટાભાગના લોકો વિદેશમાં જઈને કાર્યક્રમ કરીને પૈસા બનાવવામાં વ્યસ્ત હોય છે. આ કલાકારો કોઈ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા નથી જતા પણ તેમને ડોલરમાં પૈસા મળે છે એટલે વિદેશમાં કમાણી કરવા જાય છે, જ્યાં જઈને તેઓ તેમનો દેશ પ્રેમ બતાવે છે પણ તેઓમાં એટલી ખુમારી નથી કે દેશપ્રેમ પહેલા હોય તો વિદેશના કાર્યક્ર્મોનો બહિષ્કાર કરે. પણ એવું તેઓ કરી શકવાની ક્ષમતા ધરાવતા નથી. ખેર આખરે તો તેઓ “કલાકાર” છે ને ! (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation નિયમિત ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલમાં જોડાવવા ક્લિક કરો : https://chat.whatsapp.com/IExd72W3WVJDj626cS7w5W?mode=r_t ).



