Face of Nation 25-07-2022 : ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં વેસ્ટઇન્ડિઝને 2 વિકેટથી હરાવ્યુ છે. આ સાથે જ ભારતે ત્રણ મેચની સિરિઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. આ વનડે સિરિઝ જીતીને ભારતે વેસ્ટઇન્ડિઝને સતત 12મી સિરિઝમાં હાર આપી છે. આ સાથે જ ભારતે કોઈ એક ટીમ સામે સતત 12 વનડે સિરિઝ જીતીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
શાર્દૂલ ઠાકુરે સૌથી વધુ 3 વિકેટ ઝડપી
પાછલો રેકોર્ડ પાકિસ્તાનના નામે હતો. પાકિસ્તાન ટીમે ઝિમ્બાબ્વેને સતત 11 વનડે સિરિઝમાં હરાવ્યુ હતુ. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરનાર કેરેબિયન ટીમે 50 ઓવરમાં 6 વિકેટે 311 રન બનાવ્યા હતા. શાઈ હોપે કરિયરની 100મી વનડેમાં 115 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન નિકોલસ પૂરને 74 રન બનાવ્યા હતા. ભારત તરફથી શાર્દૂલ ઠાકુરે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ 312 રનના ટાર્ગેટને 49.4 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. ભારત તરફથી સૌથી વધુ રન અક્ષર પટેલે 64 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 63 રન બનાવ્યા હતા. તો સંજુ સેમસને કરિયરની પ્રથમ ફિફ્ટી ફટકારી હતી. તે 54 રન બનાવીને આઉટ થયો હતો. વેસ્ટઇન્ડિઝ તરફથી સૌથી વધુ વિકેટ અલ્ઝારી જોસેફ અને કાઇલ મેયર્સે 2-2 વિકેટ લીધી હતી. તો જેડેન સિલ્સ, અકીલ હુસૈન અને રોમારિયો શેફોર્ડને 1-1 વિકેટ મળી હતી.
અક્ષરે ઓલરાઉન્ડ દેખાવ બદલ મેન ઑફ ધ મેચ
અક્ષર પટેલે બીજી વનડેમાં ધમાકેદાર ઇનિંગ રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. તેણે 35 બોલમાં 64 રન ફટકાર્યા હતા. તેની સ્ટ્રાઈક રેટ 182.86ની રહી હતી. તેના બેટેથી 3 ચોગ્ગા અને 5 છગ્ગા નિકળ્યા હતા. આ ઉપરાંત તેણે 9 ઓવરમાં 1 મેડન સાથે 40 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. અને તેણે શાઈ હોપનો કેચ પણ પકડ્યો હતો. આ ધમાકેદાર ઓલરાઉન્ડ પરફોર્મંસ બદલ તેને મેન ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.
ટીમ ઈન્ડિયાના ટૉપ ઑર્ડરનો ફ્લોપ શો
કેપ્ટન શિખર ધવન 31 બોલમાં 13 રન બનાવી આઉટ થયો હતો. તેની વિકેટ રોમારિયો શેફોર્ડે લીધી હતી. તો કાઇલ મેયર્સે ગિલ અને સૂર્યકુમારને આઉટ કરીને વેસ્ટઇન્ડિઝને મજબૂત સ્થિતિમાં લાવી દીધુ હતુ. ગિલે 49 બોલમાં 43 રન કર્યા હતા. તેણે 5 ચોગ્ગા માર્યા હતા. તો નંબર-4 પર આવેલો સૂર્યકુમાર યાદવ 8 બોલમાં 9 રન કરી આઉટ થયો હતો.
શાઈ હોપે પોતાની 100મી મેચમાં સદી ફટકારી
વેસ્ટઇન્ડિઝે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરના અંતે 6 વિકેટે 311 રન કર્યા હતા. વેસ્ટઇન્ડિઝના ઓપનર અને વિકેટકિપર બેટ્સમેન શાઈ હોપે પોતાની 100મી મેચમાં શાનદાર સદી ફટકારી હતી. આ તેના વનડે કરિયરની 13મી સદી હતી. તે 135 બોલમાં 115 રન ફટકારી આઉટ થયો હતો. પૂરને પણ કેપ્ટન ઇનિંગ્સ રમી હતી. તેણે 77 બોલમાં 74 રન માર્યા હતા.ભારત તરફથી સૌથી વધુ વિકેટ શાર્દૂલ ઠાકુરે 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ચહલ, અક્ષર અને દીપક હૂડાને 1-1 વિકેટ મળી હતી. તો બીજીતરફ શાઈ હોપે પોતાના 100મી વનડે મેચમાં સદી ફટકારવા વાળો દુનિયાનો 10મો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા ગૉર્ડન ગ્રીનીઝ, ક્રિસ કેન્યર્સ, મોહમ્મદ યુસુફ, કુમાર સંગાકારા, ક્રિસ ગેલ, માર્કસ ટ્રેસ્કોથિક, રામનરેશ સરવન, ડેવિડ વોર્નર અને શિખર ધવને આ કારનામું કર્યુ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).