Home Religion ખાડા મુદ્દે કોંગી ધારાસભ્ય અધિકારી પર ભડક્યાં : નેશનલ હાઈવે પર 10-10...

ખાડા મુદ્દે કોંગી ધારાસભ્ય અધિકારી પર ભડક્યાં : નેશનલ હાઈવે પર 10-10 ફૂટના ખાડા; ભગવાન બારડે સ્વખર્ચે મશીનરી હાઈવે પર ઉતારી!

Face Of Nation 24-07-2022 : ભારે વરસાદના પગલે માર્ગો ખાડામાં ફેરવાઈ ગયેલ સોમનાથ – ભાવનગર નેશનલ હાઈવેની અતિબિસ્માર હાલતના મામલે તાલાલાના કોંગી ધારાસભ્ય ભગવાનભાઈ બારડ આકરા પાણીએ થઈ પ્રોજેકટ ડાયરેકટરને ઉગ્ર રજુઆત કરી રહ્યાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં પાંચ-પાંચ વર્ષથી પ્રજા હાલાકી ભોગવી રહી હોવા છતાં હાઈવેની પરિસ્થિતિ સુધારવા બાબતે તંત્રના પેટનું પાણી હલી રહ્યુ નથી તેવા ઉચ્ચારણો કરી રહ્યા છે. તો બીજી તરફ કોંગી ધારાસભ્ય ભગવાનભાઈ બારડે​ સ્વખર્ચે પોતાની મશીનરી કામે લગાડી મરામતની કામગીરી શરૂ કરાવી છે.
હાઈવે ઉપરથી પસાર થવું જોખમભર્યું
છેલ્લા સાત વર્ષથી ગોકળગતીએ ચાલી રહેલા સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેના કામથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. દર ચોમાસાની સીઝનમાં અતિબિસ્માર બની જતા આ હાઈવે પરથી પસાર થવું જોખમભર્યું હોવા છતાં કોઈ આયોજનપૂર્વકની કામગીરી કરી રહ્યુ નથી. ચોમાસાની સીઝનમાં અતિબિસ્માર બની ખાડા માર્ગ બની ગયેલ હાઈવેના મામલે તાલાલા-સુત્રાપાડાના કોંગ્રેસના MLA ભગવાનભાઈ બારડ આકરાપાણીએ થયા હોવાનું વાયરલ વિડીયો થકી સામે આવ્યુ છે.
બિસ્માર હાઈવેનો મુદો આગામી ચુંટણીનો મુદો બનશે
વાયરલ વિડીયોમાં ધારાસભ્ય ભગવાનભાઈ NHAI ના પ્રોજેકટ ડાયરેકટર સમક્ષ ઉગ્ર રજુઆત કરી પ્રજાની વેદના ઠાલવી રહ્યા છે. જેમાં આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે અમે અને લોકોએ હાઈવેના પ્રોજેકટને પૂરતો સહકાર આપ્યો હોવા છતાં લોકોને મુશ્કેલી સહન કરવી પડે છે. આ તે કેવી કામગીરી ? હાઈવેનું કામ નિયત સમયમાં પુરૂ ન થવાથી લોકોને વાહનો લઈને પસાર થવામાં સતત અકસ્માતનો ભય રહેતો હોવા છતાં કોઈ ધ્યાન આપતું નથી. આ હાઈવે કેટલા વર્ષમાં બનવાનો હતો ? જે કામગીરી થઈ ન હોવાથી બિસમાર હાઈવે હવે આગામી ચુંટણીનો મુદો બનશે. કારણ કે, પાંચ પાંચ વર્ષથી પ્રજાને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે હવે ન કરવી પડે તેવી કામગીરી ઝડપભેર કરાવવા માંગણી કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).