Home Gujarat અમદાવાદ સાઈબર ક્રાઈમ દ્વારા ડૉક્ટરની ધરપકડ; સોશિયલ મીડિયામાં હોસ્પિટલને બદનામ કરનારા UN...

અમદાવાદ સાઈબર ક્રાઈમ દ્વારા ડૉક્ટરની ધરપકડ; સોશિયલ મીડિયામાં હોસ્પિટલને બદનામ કરનારા UN મહેતાના RMO કૌશિક બારોટની ધરપકડ!

Face Of Nation 26-05-2022 : અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલમાં RMO તરીકે ફરજ બજાવતા ડોક્ટર કૌશિક બારોટની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. કૌશિક બારોટ સામે આરોપ છે કે તેઓ અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને હોસ્પિટલ અને અન્ય લોકોની બદનામી કરતા હતા. ઘણા સમયથી સોશિયલ મીડિયામાં આ પ્રકારે પોસ્ટ કરતા હોવાથી હોસ્પિટલના ડાયરેક્ટર આરકે પટેલ આ અંગેની જાણ અમદાવાદ સાયબર ક્રાઇમને કરતાં ક્રાઈમ બ્રાંચે ડૉકટર કૌશિક બરોટની ધરપકડ કરી છે.
આરોપી RMO બીજાના નામે સિમકાર્ડ રાખતા હતા
અમદાવાદ સાયબર ક્રાઇમના DCP અમિત વસાવાએ જણાવ્યું હતું કે ડોકટર કૌશિક બારોટે યુ. એન. મહેતા હોસ્પિટલમાં RMO તરીકે ફરજ બજાવે છે. તેઓ ઘણા સમયથી યુ. એન. મહેતા હોસ્પિટલ વિશે ખરાબ લખાણ લખતા હતા તેમજ અહીં ટ્રીટમેન્ટ કરવી સારી નથી એવું લખતા હતા. તેમની ધરપકડ બાદ માલૂમ પડ્યું કે તેઓ બીજાના નામે સિમકાર્ડ રાખતા હતા.
મોબાઈલમાં એક ખાસ પ્રકારની એપ્લિકેશન હતી
DCP અમિત વસાવાએ જણાવ્યું હતું કે એ ઉપરાંત તેઓ મોબાઈલમાં એવી એપ્લિકેશન રાખતા હતા કે જેમાં સામેવાળી વ્યક્તિને ફોન કરો તો મોબાઈલ નંબર ન દેખાય અને પોતાની જગ્યાએ યુવતીનો આવાજ જાય, જેનાથી કોઈ બીજાની બદનામી થઈ શકે. આ બાબત અમારી સામે આવી છે અને હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવમાં આવી છે. તો બીજીતરફ યુ એન મહેતા હોસ્પિટલના RMO કૌશિક બારોટ સામે એવો આરોપ છે કે તેઓ અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને હોસ્પિટલ તેમજ અન્ય લોકોની બદનામી કરતા હતા. હોસ્પિટલને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો પ્રયાસ કરતા RMO વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જો કે, આ મામલે સાયબર ક્રાઇમની ટીમે વધુ તપાસ હાથ ધરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).