Home Exclusive 17000 ખેડૂત, 25000 દેવાદાર-બેરોજગાર ની આત્મહત્યા, 3 વર્ષ પછી રિપોર્ટ – આ...

17000 ખેડૂત, 25000 દેવાદાર-બેરોજગાર ની આત્મહત્યા, 3 વર્ષ પછી રિપોર્ટ – આ છે વિકાસ ?

Face of Nation 10-02-2022 : લોકસભાનાં બજેટ સત્રમાં દેશનાં કહેવાતા, જી હા કહેવાત વિકાસનું ફુલગુલાબી ચીત્ર સામે આવી રહ્યું છે. કેન્દ્રીય મંત્રીઓ દ્વારા સદનમાં કહેવાતી ચર્ચા સમયે આપવામાં આવેલા આંકડા સ્તબ્ધ કરી દે તેવા છે. અને આ આંકડા પણ આ વર્ષનાં કે પાછલા વર્ષનાં નથી. આ આંકડા તો છે, 3 વર્ષ એટલે કે વર્ષ 2018થી 2020 સુધીનાં. ચાલુ કે ગયા વર્ષનાં આંકડા તો હજુ 3 વર્ષે આવશે. અછા ઉરપ કહેવામાં આવ્યું કે કહેવાતા વિકાસનું ચીત્ર તો આંકડા જોતા આપને સમજાય જશે કે આવુ કેમ કહેવુ પડ્યું.

પહેલા તો ભારતને વિકાસની હરણફાળ ભરતો, વિશ્વનો સૌથી યુવાન અને IT અને ટેક્નોલોજીકલ નિષ્ણાત દેશ કહેવડાવતા આપણી સરકારને શરમ આવવી જોઇએ. કારણ કે દેશમાં આજે પણ અત્યંત મહત્વના કહી શકાય તેવા આંકડા 2 કે 3 વર્ષ પછી ઉપ્લબ્ધ થઈ શકે છે. દાખલો આપવામાં આવે તો વર્ષ 2018થી 2020 ત્રણ વર્ષનો દેવા અને રોજગારીને લગતો ડેટા આ વર્ષ 2022માં એટલે કે 3 વર્ષ પછી લોકસભામાં આપી શકાય છે. માટે આપણી સરકારોએ બંડ પોકારી પોકારીને પોતાના વિકાસનાં વખણ કર્યા વગર હકીકતમાં વિકાસ થાય અને અમુક ક્ષેત્રમાં પોતો સમયસર વિકાસ થાય તેનુ ધ્યાન રાખવુ જ જોઈએ.

હવે વાત કરવામાં આવે આવા જ, જેની વાતો હાલની કેન્દ્ર સરકાર વારંવાર કરે છે તે ખેડૂતો, ખેતી પ્રધાન દેશ, યુવાન, રોજગારી, માથા દીઠ આવક જેવા મુદ્દાની અને દેશની કહેવાતી ફૂલગુલાબી વિકાસની તો, કેન્દ્ર સરકારનાં જ મંત્રી દ્વારા સંસદમાં જ આંકડા આપનામાં આવ્યા છે(જો કે આંકડા ભલે 3 વર્ષ પહેલાના વર્ષના આપી શકાય છે) તે મુજબ દેશમાં 17000 ખેડૂતો કે ખેતી સાથે જોડાયેલા લોકોએ આત્મહત્યા કરી, 25000 કરતા વધુ લોકોએ દેવાનાં કારણે અને બેરોજગારીનાં કારણે આત્મહત્યા કરી.

ભારત ખેતી પ્રધાન અને વિશ્વનો સૌથી યુવાન દેશ છે. અને જૂઓ આ આંકડા ખેડૂતો અને યુવાનો કેટલી સંખ્યામાં આત્મહત્યા કરી રહ્યા છે. શું આ છે આપણી સરકાર દ્રારા પ્રચાર પ્રસાર કરવામાં આવે છે તે વિકાસ. હદ્દ તો ત્યાં છે કે ડિઝીટલ ઈન્ડીયાનું સપનુ દેખાડતી આપણી કેન્દ્ર સરકાર આજે લગભગ 10 વર્ષના પોતાના એકહથ્થા શાસન પછી પણ ચાલુ વર્ષનાં કે કમ સે કમ ગયા(પૂર્ણ થયેલા) વર્ષના આંંકડી સુધા અપી શકવા સક્ષમ નથી. શું આ છે વિકાસ?

ચાલું કેન્દ્ર સરકાર તો નવા નવા સપના અને સ્કિમો આપવા માટે પ્રખ્યાત છે અને સંસદમાં ખુલ્લા મને સર્ચા કરવાનો આગ્રહ પણ વારંવાર કરતી રહે છે ત્યારે સામાન્ય નાગરીક પૂછી રહ્યો છે કે આત્મહત્મ ઘટાડવા કેમ કોઈ સ્કિમ કે ચર્ચા કરવામાં આવતી નથી. કેમ ચર્ચા અને સલાહના મામલે સંકુચિતતા આવી જાય છે. શુ આ છે વિકાસ?

હવે સરકારે વાતો અને બણગા બંધ કરી ખેરખર આ દિશામાં વિચારવુ રહ્યું કારણ કે સરકારોએ તે સમજવુ પડશે કે પાછલી સરકાર પર દોષા રોપણ કરી કામ હવે નહીં ચાલે પાછલી સરકારો કરી ન શકી એટલે જ તમને તક આપવામાં આવી છે. તમે નહીં કરી શકો તો આ તો પ્રજા છે તમને પણ પાછલાઓની જેમ ઉખેડી ફેકવા સક્ષમ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).