Home News એકનાથ શિંદેના સ્વાગતમાં પત્નીનો રોકસ્ટાર અંદાજ; મુખ્યમંત્રી બન્યા બાદ શિંદે પહેલીવાર પહોંચ્યા...

એકનાથ શિંદેના સ્વાગતમાં પત્નીનો રોકસ્ટાર અંદાજ; મુખ્યમંત્રી બન્યા બાદ શિંદે પહેલીવાર પહોંચ્યા થાણે; સમર્થકોએ વરસાદમાં ઊભા રહીને રાહ જોઈ!

Face Of Nation 06-07-2022 : મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બન્યા બાદ એકનાથ શિંદે પહેલીવાર તેમના વતન થાણે પહોંચ્યા હતા. અહીં તેમનું ઢોલ-નગારાં સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત ખાસ હતું, કારણ કે તેમની પત્ની લતા એકનાથ શિંદેએ પણ ડ્રમ વગાડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
સમર્થકોએ ઘેરી લઈ કાર પર ફૂલોની વર્ષા કરી
શિંદે મંગળવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે થાણે પહોંચ્યા હતા. ત્યાં તેમના સમર્થકોએ તેમને ચારેબાજુથી ઘેરી લીધા હતા અને તેમની કાર પર ફૂલોની વર્ષા કરીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. લોકો તેમને મળવા માટે કેટલાય કલાકો સુધી વરસાદમાં ઊભા રહીને રાહ જોતા હતા. શિંદે થાણે પહોંચતાંની સાથે જ બેન્ડ વગાડવાનું શરૂ કર્યું. ડ્રમ વગાડતી વખતે શિંદેનાં પત્નીની ઊર્જા અને ચહેરા પરની ખુશી જોવા જેવી હતી. આ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. શિંદેએ આનંદ દિઘે શક્તિ સ્થળ અને આનંદ આશ્રમ ખાતે શિવસેનાના દિગ્ગજ નેતા આનંદ દિઘેને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું હતુ કે ઉદ્ધવ ઠાકરે સામે બળવો એટલા માટે કર્યો, કારણ કે તેઓ શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેની વિચારધારામાં વિશ્વાસ કરનારા લોકોને ન્યાય અપાવવા માગતા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).