Home Sports આવતીકાલે કટકમાં ભારત-દ.આફ્રિકા વચ્ચે બીજી ટી-ટવેન્ટી મેચ રમાશે, વરસાદની 22 ટકા સંભાવના!

આવતીકાલે કટકમાં ભારત-દ.આફ્રિકા વચ્ચે બીજી ટી-ટવેન્ટી મેચ રમાશે, વરસાદની 22 ટકા સંભાવના!

Face Of Nation 11-06-2022 : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝની બીજી મેચ રવિવારે રમાશે. આ મુકાબલો કટકના બારાબાતી સ્ટેડિયમમાં રમાશે. શનિવારે બંને ટીમોના ખેલાડીઓએ મેદાન પર આકરી પ્રેક્ટિસ કરી હતી. પાંચ મેચની સીરિઝની પ્રથમ મેચમાં ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં સાઉથ આફ્રિકાએ 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે બીજી મેચમાં ટીમ ઈન્ડિયા વળતો પ્રહાર કરવા ઈચ્છશે.
આવતીકાલે વાદળ છવાયેલા રહેશે
શનિવારે જ્યારે બંને ટીમોના ખેલાડીઓ કટકમાં મેદાન પર પ્રેક્ટિસ કરવા માટે ઉતર્યા ત્યારે આકાશમાં વાદળ છવાયેલા રહ્યા હતા. રવિવારે પણ બીજા દિવસે વાદળ છવાયેલા રહેશે. સાંજે 4 વાગ્યે વરસાદની 22 ટકા સંભાવના છે. જો તે સમયે વરસાદ થાય છે ત્યારે મેચ શરૂ થવામાં વિલંબ થઈ શકે છે. આ સિવાય દિવસના કોઈ પણ સમયે વરસાદની 10 ટકાથી વધારે સંભાવના નથી.
રવિવારે દિવસનું તાપમાન 37 ડિગ્રી સુધી જશે
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી20 મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. જોકે, ત્યારે દિલ્હીનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે હતું. જોકે, કટકની સ્થિતિ આવી નથી. રવિવારે દિવસનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સુધી જશે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થવાની છે. તે સમયે તાપમાન અંદાજીત 30 ડિગ્રી રહેશે. આ સાથે આકાશમાં વાદળછાયું વાતાવરણ હશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).