Home News શ્રદ્ધાં : ચારધામ યાત્રામાં અત્યાર સુધી 18 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન,...

શ્રદ્ધાં : ચારધામ યાત્રામાં અત્યાર સુધી 18 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન, આ વર્ષે દેશ-વિદેશમાંથી આવ્યા લાખો શ્રદ્ધાળુઓ, સ્થાનિકોને પડી મોજ!

Face Of Nation 11-06-2022 : ઉત્તરાખંડમાં આવેલા ચારધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના દર્શન કરવા માટે આ વર્ષે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવ્યા છે. ચારધામ યાત્રા શરૂ થઈ તેના થોડા જ દિવસોમાં 18 લાખ કરતા પણ વધારે શ્રદ્ધાળુઓએ પવિત્ર ચારધામના દર્શન કર્યા છે. તો આ વર્ષે ભારે ભીડને કારણે દુકાનદારો અને સ્થાનિકોને મોજ પડી ગઈ હતી. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના હરીશ ગૌડે જણાવ્યું કે, 8મી મેના દિવસે બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા બાદ 6,18,312 તીર્થયાત્રીઓએ દર્શન કર્યા છે. જ્યારે છઠ્ઠી મેના દિવસે કેદારનાથ ધામના કપાટ ખુલ્યા પછી અત્યાર સુધીમાં ત્યાં 5,98,590 તીર્થયાત્રીઓ દર્શન કરી ચૂક્યા છે. ત્રીજી મેના દિવસે અક્ષય તૃતીયા પર્વ પર ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખુલતાં જ ચારધામ યાત્રાની શરૂઆત થઈ છે. ગંગોત્રીમાં 3,33,909 અને યમુનોત્રીમાં 2,50,398 તીર્થયાત્રીઓ દર્શન કરી ચૂક્યા છે. ચારધામમાં અત્યાર સુધીમાં કુલ 18,01,209 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. હેમકુંડ સાહિબ ગુરુદ્વારા અને લોકપાલ મંદિરના 22 મેના દિવસે કપાટ ખુલ્યા બાદ અત્યાર સુધીમાં ત્યાં 63,124 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).