Home Exclusive ધર્મનાં નામે બાખડતા યુવાનો, જૂઓ આ તસ્વીર અને જય શાહ પાસેથી કંઈક...

ધર્મનાં નામે બાખડતા યુવાનો, જૂઓ આ તસ્વીર અને જય શાહ પાસેથી કંઈક શીખો

Face of Nation 09-02-2022 : ભારતની વિડંબના છે કે ભારતના લોકોનું અને ખાસ કરીને યુવાનોનું દુર્ભાગ્ય કે આજે પણ દેશમાં છાશવારે લોકો ધર્મનાં નામે ધિંગાણે ચડી જાવાની નબળી માનસિકતા પાળી રહ્યા છે. 100 માંથી 99 કિસ્સાઓ જોવામાં આવે તો વસ્તવમાં કોઇ પણ સમસ્યા હોતી જ નથી અને અચાનક યુવાનો ધર્મનાં નામે બાખડી પડે છે અને પોતાનું જ પારાવાર નુકસાન નોતરી દે છે. આવા કિસ્સા તાજેતરમા જ બન્યા છે અને ધાર્મિક લાગણી દુભાવવાના નામે ગુજરાતમાં એક યુવાનને ગોળીએ ધરબી દેવામાં આવ્યા પછી કોમી તોફાનોનો ભય ઉભો થઇ ગયો હતો, તો કર્ણાટકમાં હિજાબકાંડને રંગ આપ્યા બાદ અને કોમી દંગા ફાટ્યા બાદ આજૂ-બાજૂનાં રાજ્યોમાં પણ કોમી એખલાસ ભયમાં હોવાનું સામે આવી રહ્યું છે.

UAE has always been our preferred venue, says BCCI secretary Jay Shah | Ipl – Gulf News

આ કોમી તોફાનો ખરી રીતે કોને ફાયદો કરે છે અને કોને નુકસાન તે જોયા વિના અને કઈ પણ સમજ્યા વિના વિવાદમાં કુદી પડવું યુવાનીની ફિતરત છે. શું આ પ્રકારનાં દંગા સામાન્ય માણસ માટે કોઇ પ્રકારનો લાભ કદી કરીને ગયા છે. આવા દંગાનો લાભ ચોક્કસ પ્રકારનાં લોકો કાયમ ઉઠાવતા હોય છે અને તેવા લોકોને કોઇ પણ કોમ પ્રત્યે પ્રેમ કે સદભાવના હોતી નથી.

“બેગાની સાદી મેં અબ્બદુલ્હા દિવાના” કહાવત માટે બંધ બેસતા  આવા તમા લોકો અને ખાસ કરીને યુવાનોને કોઇની પાસેથી નહીં તો આપણા જ ગુજરાતનાં અને નવી પેઢીના રાજકારણી પણ કહી શકાય અને બિઝનશ મેન પણ કહી શકાય તેવા અમિત શાહ નાં પુત્ર જય શાહ પાસેથી શીખ લેવાની જરુર છે. જય શાહ હાલ BCCIનાં સેક્રેટરી છે અને ભાજપની શીર્શ નેતાગીરીનાં પાયા સમા આપણા કેન્દ્રીય ગૃહમંત્ર અમિત શાહનાં સુપુત્ર છે.

Taking IPL's remarkable journey to UAE again, says Jay Shah | Cricket News - Times of India

શાહ યુવાન છે અને પોતાના અને પોતાની સંસ્થાનાં લાભ માટે તે મુસ્લિમ રાષ્ટ્રમાં પણ ખુલીને વેપાર ધંધો કરે છે. IPL જ્યારે દુબઇ ખસેડવામાં આવ્યો ત્યારે જય શાહ પોતે દુબઇનાં શેખને અનેક વખત રુબરુ મળ્યા છે અને વ્યાપારીક  સબંધો વિકસાવ્યા છે. ભાજપનાં અનેક શીર્શ નેતાઓ વિધર્મી છે અને ભાજપનાં સંચાલનમાં મહત્વની ભૂમીકા ભજવે છે. અહીં રાજકીય પક્ષ વિશે વાત એટલા માટે કરવામાં આવી રહી છે કે યુવાનો તે સીધી રીતે દાખલા સાથે સમજી શકે. અહીં કહેવાનો મતલબ કોઈની નીંદા કે પ્રસંશાનો નથી, ફક્ત શીખ લેવાનો છે અને આજના સમયનાં હાઇટેક યુવાનોએ આ શીખ તો લેવી જ રહી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

આતંકવાદી ગતિવિઘી પછી પક્ષપલટાનું ભૂત પણ ધૂંણ્યું, લાગે છે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે

https://www.youtube.com/watch?v=dhxLwdpguqU