Home Uncategorized ન્યૂયોર્કમાં 8 ફૂટ બરફના થર; 10 હજાર ફ્લાઈટ્સ રદ: અમેરિકામાં બરફના તોફાનથી...

ન્યૂયોર્કમાં 8 ફૂટ બરફના થર; 10 હજાર ફ્લાઈટ્સ રદ: અમેરિકામાં બરફના તોફાનથી તબાહી, 34થી વધુનાં મોત, ક્યાંક પારો માઈનસ 42 ડિગ્રી તાપમાન

Face Of Nation 26-12-2022 : અમેરિકામાં બરફનું તોફાન સતત તબાહી મચાવી રહ્યું છે. ક્રિસમસ દરમિયાન દેશના લગભગ 20 કરોડ લોકો આ વાવાઝોડાંથી પ્રભાવિત છે. તીવ્ર ઠંડીને કારણે 34 લોકોનાં મોત થયાં છે. કેનેડામાં પણ 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. એમ્બ્યુલન્સ દર્દીઓ સુધી પહોંચી શકતી નથી. ખરાબ હવામાનને કારણે 48 કલાકમાં 10 હજારથી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.ઘણાં શહેરોમાં વીજળી નથી. હજારો ધંધાઓ ઠપ થઈ ગયા છે. તોફાનની અસર મેક્સિકોમાં પણ જોવા મળી રહી છે. શિયાળાના આ ભયંકર તોફાનને બોમ્બ સાઇક્લોન કહેવામાં આવી રહ્યું છે, એટલે કે થોડા કલાકોમાં એ જીવલેણ બની જાય છે. આ દરમિયાન તોફાનનું દબાણ સંપૂર્ણપણે ઘટી જાય છે. આ વિસ્તારમાં ભારે હિમવર્ષા થાય છે અને ભારે પવન ફૂંકાય છે. બોમ્બ સાઇક્લોનની સ્થિતિ કેટેગરી-1ના ચક્રાવાત જેવી જ છે.
ક્યાંક પારો માઈનસ 42 ડીગ્રી
ચક્રવાતે 3 હજાર 200 કિલોમીટરના વિસ્તારને લપેટમાં લીધો છે. અમેરિકાના મોન્ટાના શહેરમાં તાપમાનનો પારો માઈનસ 42 ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. આ સાથે જ ન્યૂયોર્ક સ્ટેટના બફેલો શહેરમાં 8 ફૂટ બરફ જામ્યો હતો. અમેરિકા-મેક્સિકો બોર્ડર પર લોકો ઠંડીથી પરેશાન છે. અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી હતી.
ખરાબ હવામાનને કારણે 10 હજાર ફ્લાઈટ્સ રદ
ખરાબ હવામાનને કારણે 48 કલાકમાં 10 હજારથી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. લોકો તેમના ઘરે જઈને નાતાલની ઉજવણી કરી શક્યા ન હતા. તેણે એરપોર્ટના ફ્લોર પર સૂઈને રાત પસાર કરવી પડી હતી. કારમાં મુસાફરી કરી રહેલા ઘણા લોકો રસ્તામાં જ ફસાઈ ગયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).