Home Uncategorized પ્લેન ક્રેશની ધમકી; અમેરિકામાં મિસિસિપી રાજ્યમાં પાયલટે પ્લેન ચોર્યું, 3 કલાકથી ઉડતો...

પ્લેન ક્રેશની ધમકી; અમેરિકામાં મિસિસિપી રાજ્યમાં પાયલટે પ્લેન ચોર્યું, 3 કલાકથી ઉડતો રહ્યો આકાશમાં; ટુપેલો શહેર ખાલી કરાવવામાં આવ્યો!

Face Of Nation 03-09-2022 : અમેરિકાના મિસિસિપી રાજ્યમાં એક પાયલટે પ્લેન ચોર્યું. ઘટના ટુપેલો શહેરના વેસ્ટ મેન વિસ્તારની છે. જે બાદ પાયલટે અહીંના એક વૉલમાર્ટ સ્ટોરમાં તેને ક્રેશ કરાવવાની ધમકી આપી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે સ્ટોર અને તેની આજુબાજુનો વિસ્તાર ખાલી કરાવી દીધો છે. પ્લેન લગભગ 3 કલાકથી શહેર ઉપર ઉડી રહ્યું છે. ટુપેલો શહેરમાં 40 હજાર લોકો રહે છે.
વિમાનને ટુપેલો એરપોર્ટમાંથી ચોરવામાં આવ્યું
મળતી માહિતી મુજબ બીચક્રાફ્ટ કિંગ એર-90 નામના આ વિમાનને ટુપેલો એરપોર્ટમાંથી ચોરવામાં આવ્યું. આ એક ડબલ એન્જિન 9 સીટર પ્લેન છે.પોલીસે જણાવ્યું કે પાયલટે ઈમરજન્સી નંબર 911 પર કોલ કરીને વૉલમાર્ટમાં પ્લેન ક્રેશ કરવાની ધમકી આપી હતી. પોલીસે પાયલટનો ડાયરેક્ટ સંપર્ક કરવાના પ્રયાસ કર્યો. મળતી માહિતી મુજબ પાયલટની ઉંમર લગભગ 29 વર્ષ છે અને તે વૉલમાર્ટનો જ કર્મચારી છે. ખતરાને જોતા આ વિસ્તારની તમામ ઈમરજન્સી સેવાઓ એલર્ટ પર છે. હાલ તે સ્પષ્ટ નથી થઈ શક્યું કે પાયલટના ઈરાદા શું છે. ખતરાની આશંકાને પગલે લોકોને વેસ્ટ મેન વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).