Home Uncategorized અછત કે અવ્યવસ્થા ? : દારૂના બાટલા જોઈએ એટલા મળે છે અને...

અછત કે અવ્યવસ્થા ? : દારૂના બાટલા જોઈએ એટલા મળે છે અને ગેસના બાટલાની અછત છે !

Face Of Nation 13-03-2026 : ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે પણ માત્ર કાગળ ઉપર. રાજ્યના ખૂણે ખૂણે જે વિસ્તારમાં માંગો તે વિસ્તારમાં દારૂના બાટલા જોઈએ એટલા મળી જાય છે પરંતુ ગેસના બાટલાની અછત સર્જાઈ છે. આ રાજ્ય સરકારની કે ગેસ કંપનીઓની અવ્યવસ્થા છે કે અછત તે સમજાતું નથી. કેન્દ્ર સરકાર ગેસના પૂરતા પુરવઠાની ગુલબાંગો પોકારે છે અને રાજ્યમાં ઠેર ઠેર ગેસના બાટલા મેળવવા લોકો આમથી તેમ ભાગદોડ કરી રહ્યા છે. વિરોધ પક્ષની જવાબદારી જેના શિરે છે તે ફૂટેલી કારતુસ જેવી કોંગ્રેસના નેતાઓ બાટલા લઈને ગાંધીનગર પહોંચી દેખાવો કરે છે.
અમેરિકા-ઇઝરાયલના ઇરાન સાથેના યુદ્ધને કારણે દેશભરમાં LPGની અછત સર્જાઈ છે. ગેસ એજન્સીઓની બહાર લાંબી કતારો છે. ગેસ સિલિન્ડરની કાળાબજારી અને સંગ્રહખોરી પણ થઈ રહી છે. કોમર્શિયલ સિલિન્ડરનું બુકિંગ 4 દિવસથી બંધ છે. રસોઈ ગેસની અછતને કારણે લગભગ મોટાભાગની રેસ્ટોરન્ટ બંધ થવાના આરે છે. સિલિન્ડર કાળા બજારમાં 3થી 4 હજાર રૂપિયામાં મળે છે. અમદાવાદના મણીનગરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરનું ભોજનાલય પણ ગેસના પુરવઠાની અછતના કારણે બંધ કરી દેવાયું છે. ગુજરાતની આ દુર્દશા છે કે દારૂના બાટલા અવ્યવસ્થા વિના સહેલાઈથી મળી જાય છે અને ગેસના બાટલા મેળવવા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીક એજન્સીઓએ તેમની મનમાની શરૂ કરીને કાળાબજારમાં વેચાણ કરતા હોવા છતાં તંત્ર આ બાબતે કડકાઈ દાખવી રહ્યું નથી. આપત્તિ વેળાએ પ્રજા પાસેથી વધુ પૈસા વસૂલનારા સામે પણ કડક કાર્યવાહી થવી જરૂરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

પાખંડનું સામ્રાજ્ય ? : સેક્સકાંડના આરોપી મહંત, આચાર્યની ઉશ્કેરણી, પુરુષો પગમાં અને મહિલાઓ સાધુ સાથે સંસારમાં !

હોર્મુઝ સ્ટ્રેટ બંધ : જો અમેરિકા યુદ્ધ વધારશે તો ટ્રમ્પને ગંભીર કિંમત ચૂકવવી પડશે – ઈરાન

વાડજ સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તાઓની આપખુદશાહી, “સભા કરવી હોય તો પૈસા આપો” !