Home Gujarat ધગશ : ભાવનગર માટે ગૌરવ; 16મી ઓગસ્ટે KBCમાં હોટ સીટ પર બેસશે...

ધગશ : ભાવનગર માટે ગૌરવ; 16મી ઓગસ્ટે KBCમાં હોટ સીટ પર બેસશે ભાવનગરનો વિમલ કાંબડ!

Face Of Nation 12-08-2022 : મન હોય તો માળવે જવાય તે કહેવતને ભાવનગરના એક અત્યંત નિમ્ન મધ્યમ વર્ગના યુવાને સિદ્ધ કરી દેખાડી છે. શહેરના આનંદનગર વિસ્તારના શ્રમજીવી સોસાયટીમાં રહેતા વિમલ કાંબડ નામના યુવાને કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન સામે હોટ સિટ પર બેસવાનું સ્વપ્ન જોયેલું અને તે આખરે તેની ધગશ અને સતત આ દિશાની મહેનતને લીધે સાકાર થયું છે.
ભાવનગર માટે ગૌરવની બાબત
વિમલ કાંબડ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં વિજેતા થઇ જતા હવે આગામી આઝાદીના પર્વ બાદ તા.16મી અને 17મી ઓગસ્ટે આ યુવાન બીગ બી સામે હોટ સીટ પર બેસીને સવાલોના જવાબ આપતો નજરે પડશે. જે ભાવનગર માટે ગૌરવની બાબત છે. તે પોતાની બહેન શિવાનીને લઇને કેબીસીના એપિસોડમાં અમિતાભ બચ્ચનના સવાલોના જવાબ આપશે. આ માટેના અત્યારથી જે પ્રોમો દર્શાવવામાં આવે છે તેમાં એક સવાલના જવાબમાં વિમલ કહે છે કે, “હવે મારા લગ્ન ન થાય કે કોઇ ના પાડે તેવું શક્ય નથી. કારણ કે, આપ એટલે કે અમિતાભ બચ્ચને મારું માર્કેટીંગ ર્ક્યું છે.”
પસંદગીની પ્રક્રિયા પૂર્ણ પણે પારદર્શી હોય
તેણે એક વાતચીતમાં જણાવ્યું હતુ કે પસંદગીની પ્રક્રિયા પૂર્ણ પણે પારદર્શી હોય છે. જેમાં જવાબો ખરા હોય એટલે તમારી પસંદગી થાય છે. તે માટે ઓડિશન હોય છે. તેમા હું પસંદ થયો તેમજ ફાઇનલી કેબીસીમાં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં પણ વિજેતા થતા મારું હોટ સિટ પર અમિતાભ બચ્ચન સામે બેસીને સવાલોના જવાબ આપવાનું સ્વપ્ન સાકાર થયું હતુ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).