Face Of Nation, Ahmedabad : રાજનેતાને હમેશા રાજકીય રીતે જોવા જ વધુ યોગ્ય હોય છે કેમ કે, રાજનેતાને કરવામાં આવતો વધુ પડતો પ્રેમ હમેશા પતન નોતરે છે. હિટલર એક એવો શાસક હતો જેને પ્રજાનો અદભુત પ્રેમ મળ્યો અને પરીણામે એ પ્રેમ પ્રજા માટે જ ઘાતક સાબિત થયો કારણકે વધુ પડતા પ્રેમને લઈ હિટલરે એવા કામો કરી નાખ્યા જે કદાપિ કરવા લાયક હતા જ નહીં. ખેર ! એ બધી જૂની વાતો છે. આજે નરેન્દ્ર મોદી માટે પ્રજા એટલી ગાંડી બની છે કે તેમને પીએમ બનવાથી માંડીને તેમના સારા સ્વાસ્થ્ય માટે બધા, હવન, પૂજા સહીત પોતાની યથાશક્તિ મુજબની લાગણી રજૂ કરે છે.
અમદાવાદના સત્તાધાર વિસ્તારમાં રહેતા કીર્તિભાઇ નામના એક બ્રાહ્મણ કે જેઓ કર્મકાંડ અને હિન્દૂ શાસ્ત્રોક વિધિના કામકાજ કરે છે તેઓએ નરેન્દ્ર મોદી પીએમ બને તે માટે બાધા રાખી છે. કીર્તિભાઇ શાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે, દેશના વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી ફરીથી આવે તે માટે તેઓ અમદાવાદ પોતાના નિવાસ સ્થાનેથી કડી જાસલપુર ખાતે આવેલા મેલડી માતાજીના મંદિર ચાલીને જવાની બાધા રાખી છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો કીર્તિભાઇ શાસ્ત્રી ચાલીને જઈ મેલડી માતાજીએ તેમનું શીશ ઝુકાવશે અને આગામી શાસનમાં નિર્વિઘ્નપૂર્ણ તેમની સત્તા દેશ માટે ઉપયોગી બને અને દેશ વિકાસની દિશામાં આગળ વધે તેવી પ્રાર્થના કરશે.