Home Sports કોમનવેલ્થ ગેમ્સનો બીજો દિવસ : મીરાબાઈ ચાનૂએ ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ, ગેમ્સ...

કોમનવેલ્થ ગેમ્સનો બીજો દિવસ : મીરાબાઈ ચાનૂએ ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ, ગેમ્સ રેકોર્ડની સાથે 49 કિલોગ્રામ કેટેગરીમાં બની “ચેમ્પિયન”!

Face Of Nation 30-07-2022 : કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને પહેલો ગોલ્ડ મેડલ મળ્યો છે. સ્ટાર વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ 49KG વેટ કેટેગરીમાં આ સિદ્ધિ મેળવી છે. ચાનૂએ સ્નેચમાં પોતાના પહેલા પ્રયાસમાં 84 KG વજન ઉપાડ્યું. બીજા પ્રયાસમાં તેમને 88 KGનું વેટ ઉઠાવીને પોતાના પર્સનલ બેસ્ટની બરોબરી કરી. આ કેટેગરીમાં સ્નેચનો ગેમ્સ રેકોર્ડ પણ છે. ત્રીજા પ્રયાસમાં તેમને 90 KG ઉઠાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમાં સફળતા ન મળી.મીરાબાઈએ ક્લીન એન્ડ જર્કના પોતાના પહેલા પ્રયાસમાં 109 KG વેટ ઉઠાવ્યું અને ગોલ્ડ મેડલ નિશ્ચિત કર્યો. તેમને બીજા પ્રયાસમાં 113 KG વેટ ઉઠાવ્યું. તેમનો ત્રીજો પ્રયાસ હજુ બાકી છે અને તે પોતાના પરફોર્મન્સને વધુ શ્રેષ્ઠ કરી શકે છે. તો બીજીતરફ આ રીતે સ્નેચ અને ક્લીન એન્ડ જર્ક મળીને તેને 202 KG વજન ઉઠાવ્યું. મોરેસિયસની મેરી રનાઈવોસોવાએ 172 KG વેટની સાથે સિલ્વર અને કેનેડાની હાના કાર્મિસ્કીએ 171 KG વેટ ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો.
ભારતને સંકેતે અપાવ્યો પહેલો મેડલ
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનુ મેડલનું ખાતુ ખોલી નાખ્યુ છે. વેઇટલિફ્ટર સંકેત મહાદેવ સરગરે શનિવારે મેન્સમાં 55 કિગ્રા કેરેગરીમાં દેશને સિલ્વર મેડલ અપાવ્યો છે. મલેશિયાના મોહમ્મદ અનીદે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો મેન્સના 61 કિગ્રા કેટેગરીમાં ગુરૂરાજા પુજારીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ગોલ્ડ મલેશિયાના અઝનીલ મોહમ્મદે જીત્યો જ્યારે સિલ્વર પાપુઆ ન્યૂ ગિનીના મોરિયા બારૂએ જીત્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).