Face Of Nation 04-03-2026 : જયારે મીડિયા ધર્મની આડમાં ચાલતા પાખંડ કે ધર્મની આડમાં ચાલતા અધર્મના સમાચાર લખે છે ત્યારે અંધ ભક્તોના પેટમાં તેલ રેડાય છે. આ એવા ભક્તો છે, કે જેઓને તેમના સંપ્રદાય કે ધર્મમાં ચાલી રહેલી લંપટ લીલાઓ સામે ક્યારેય પ્રશ્નાર્થ થતો નથી પરંતુ તેની વિરુદ્ધ સમાચાર લખનાર સામે ચોક્કસ સવાલ થાય છે. જે વ્યક્તિને વર્ષ 2005માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સેક્સસીડી કાંડમાં આરોપી બનાવ્યા હોય અને તેવાને જે મંદિરને મુખ્ય મંદિર કહેવામાં આવતું હોય ત્યાંના મહંત બનાવી દેવામાં આવે તેમ છતાં ભક્તોની લાગણી ન દુભાય અને આ જ મહંતના ચાર ચાર શિષ્યો મંદિરમાં આવતી હરિભક્ત મહિલાઓને ભગાડીને સંસાર માંડે ત્યારે કોઈની લાગણી નથી દુભાતી પરંતુ જો કોઈ મીડિયા આ બધા સામે સમાચારો રજૂ કરે તો તુરંત તેઓની લાગણી દુભાઈ જાય છે. તેવામાં ચોક્કસ પ્રશ્ન થાય કે ખરેખર આ અધર્મ અને પાખંડીઓને બળ આપનારા તેમના ભક્તો પણ પાખંડી જ છે કે પછી મંદિરના અન્ય સાધુઓની નજર પણ તેમના ઘરની સ્ત્રી ઉપર ન પડે ત્યાં સુધી ચુપકીદી રાખવામાં આવે છે ? જેતલપુરમાં આવ્યો તે પહેલા રામ સ્વામીએ સ્ત્રી સાથે સંસાર માંડવાનો અને આચાર્યએ ઉશ્કેરવાનો અવસર શરૂ કરી દીધો છે તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.
સોશિયલ સાઈટ ઉપર બચાવ કરવા કૂદી પડતા ભક્તોની પોસ્ટો વાંચીને ખરેખર એમ થાય કે આડંબર કરી રહેલા આ એ આંધળા ભક્તોનો સમુદાય છે કે, જો આવતીકાલે એવું જાહેર કરવામાં આવે કે, આપણા કથાકાર રામ સ્વામીની જાન કાઢવાની છે અને વાજતેગાજતે સંસારમાં મોકલવાના છે તો પરિવાર સહીત નાચવા આવે અને લાલજીએ બાલીમાં જે સ્થળે હનીમૂન કર્યું તે સ્થળને પ્રસાદીનું સ્થાન જાહેર કરવામાં આવે છે તો ત્યાં દર્શન કરવા દોડી જાય. આ એ જ સમુદાય છે જ્યાં સ્ત્રીઓને લઈને સાધુઓ ભાગી રહ્યા હોવા છતાં પુરુષ ભક્તોની તાકાત આચાર્ય, લાલજી કે સાધુને એક સવાલ કરવા શુદ્ધાની નથી અને સાચા સાધુઓ સામે વિરોધ કરવા ઉતરી જાય છે. આ જ કારણ છે કે, આચાર્ય બિન્દાસ્ત થઈને ડંફાસ મારે છે કે, “વિડીયો તો આવતા રે, બદનામ હુઆ તો ક્યાં હુઆ નામ તો હુઆ”. આ બધી ઘટનાઓથી આજે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સમુદાયે એ વાતની સાબિતી પુરી દીધી કે, આ અનુયાયીઓને સેક્સકાંડના સાધુઓ અને બેફામ બોલનારા આચાર્ય જ પસંદ છે. આ લોકોને એવા સાધુઓ નથી જોઈતા જેઓના મંડળ કે જેઓના સાધુઓના સમુદાયનો કોઈ વિવાદ ન હોય કે કોઈ સાધુ આવા સેક્સકાંડોમાં સપડાયેલો ન હોય. ખરેખર શરમજનક કહેવાય આ બધી બાબતો પરંતુ હવે હરિભક્તોને શરમ જેવું નથી કેમ કે આચાર્ય ગમે તેમ બોલે તો પણ તાળીઓ પાડે પણ કોઈ પાંચ ભેગા થઈને આચાર્ય કે સાધુને સંપ્રદાય બદનામ થતો હોય કે સાચા સાધુઓની હકાલપટ્ટી થતી હોય તો કહેવા જવા કે ચર્ચા કરવા જવા માટે હિંમત ધરાવતા નથી. કેમ કે, કદાચ આ ચર્ચા તેમના માટે દ્રોહ છે અને પાખંડની પૂજા કરવી તે ભગવાનની આજ્ઞા છે. શરમજનક બાબત એ છે કે, હરિભક્તો તો ઠીક મંદિરના કોઈ ટ્રસ્ટીની પણ હિંમત નથી કે આચાર્યને એમ કહી શકે કે આમ ન બોલાય કે આવા સાધુઓને ન રખાય કે જેનાથી સંપ્રદાયનું નામ બગડે. ખરેખર તો આચાર્યને કહેવા વાળું કોઈ છે જ નહિ એટલા માટે જ “ઉજ્જળ ગામમાં એરંડીયો પ્રધાન” એ કહેવત સાર્થક કરવામાં આવી રહી છે તેમ કહેવામાં કોઈ બે મત નથી.
અત્યાર સુધી રોડ રસ્તે રાત્રે જતી મહિલાઓ સુરક્ષિત નહોતી પરંતુ હવે મંદિરોમાં જતી મહિલા પણ સુરક્ષિત નથી. ક્યારે ક્યા સાધુની કઈ મહિલા ઉપર નજર પડશે અને તેને લઈને ભાગી જશે તે નક્કી નથી. કલોલ-અડાલજ હાઇવે ઉપર આવેલા જમિયતપુરા મંદિરના મહંતની પણ એક નનામી પત્રિકા વાયરલ થઇ. આ પત્રિકામાં પણ આ મહંત વિરુદ્ધ કેટલાક સનસનીખેજ આક્ષેપો કરવામાં આવ્યા છે. આવા ઘણા સાધુઓ છે કે જેઓના કાંડ હજુ પણ બંધ બારણે ચાલી રહ્યા છતાં તેઓ સંપ્રદાય માટે “ફાયદાકારક” છે અને જેઓના કોઈ કાંડ નથી પણ આચાર્યની જી હજુરી કરતા નથી અને સચ્ચાઈને વરેલા છે તેવા સંપ્રદાય માટે “નુકસાનકારક” છે. આ બધી વાતો કડવી છે પણ આચાર્ય, લાલજી કે તેમના અનુયાયીઓને પસંદ પડે તેમ નથી કેમ કે તેઓને હવે સાચું ખટકે છે અને પાખંડ પસંદ પડે છે. ખરેખર કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય આચાર્ય કૌશલેન્દ્ર પાંડેના આચાર્ય બન્યા બાદ જેટલો બદનામ થયો છે તેટલો ક્યારેય થયો નથી. આ એ સંપ્રદાય છે કે જેના આચાર્ય તેજેન્દ્રપ્રસાદજી મહારાજ સાધુઓ અને ભક્તોને સાથે લઈને ચાલતા હતા અને સાધુઓ તથા ભક્તોના હ્ર્દયમાં સ્થાન ધરાવતા હતા. એક સાધુ કે હરિભક્ત એવો નહોતો જેને “બાપજી” માટે આદર ન હોય અને આજે સાધુઓ અને હરિભક્તોનો એ સમુદાય વેરવિખેર થઇ ગયો છે. નવા લબરમૂછિયા ભક્તો આચાર્ય કૌશલેન્દ્ર પાંડેની જ વિચારસરણી ધરાવે છે તેથી આચાર્ય બેફામ છે, સાધુઓ સંસારમાં જવા અધીરા બન્યા છે અને ભક્તો આળોટી રહ્યા છે. ખેર ! ગમે તેટલું સાચુ લખાશે કે બોલશે જ્યાં સુધી પાખંડ પૂજાશે, જ્યાં સુધી અધર્મનો ફેલાવો થશે ત્યાં સુધી કશું જ થશે નહીં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
ઉશ્કેરણી બાદ આચાર્ય કૌશલેન્દ્રની ડંફાસ, “બદનામ હુઆ તો ક્યાં હુઆ નામ તો હુઆ”
વાડજ સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તાઓની આપખુદશાહી, “સભા કરવી હોય તો પૈસા આપો” !



