Home Religion અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ આચાર્યનું અંગ પ્રદર્શન, ચડ્ડી પહેરીને કર્યું શરીરનું...

અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ આચાર્યનું અંગ પ્રદર્શન, ચડ્ડી પહેરીને કર્યું શરીરનું પ્રદર્શન

Face Of Nation 06-07-2025 : કાળુપુર સ્વામિનારાયણ સંપ્રદાય, ક્યારેક સાધુઓ તો ક્યારેક લાલજીની લીલાથી વિવાદમાં આવે છે. આ વિવાદો વચ્ચે “સ્વામિનારાયણ” સંપ્રદાય લખવામાં આવે છે. જેને લઈને ખુદ ભગવાનના નામને પણ વિવાદમાં ઘેરાવવું પડે છે. છતાં તેમના જ વંશજ કહેવાતા ભાવિ આચાર્ય, લાલજીઓ કે સાધુઓ સુધરવાનું નામ નથી લેતા તેનું મુખ્ય કારણ કદાચ, તેમના અનુયાયીઓ. આ વાક્ય ચોક્કસથી લાલજી અને તેમના અનુયાયીઓને ખટકશે. જો કે સત્ય હંમેશા કડવું જ હોય છે તેમાં કોઈ શંકા નથી. હાલમાં કહેવાતા લાલજીના અંગ પ્રદર્શનના ફોટો સોશિયલ સાઇટ્સ ઉપર વાયરલ થયા છે. ફેસ ઓફ નેશને ખરાઈ કરતા માલુમ પડ્યું છે કે, આ ફોટો 8 ઓક્ટોબર, 2020ના રોજ ઇન્સ્ટાગ્રામની એક પોસ્ટમાં અપલોડ કરવામાં આવેલા છે. એટલે કે આ ફોટો પાંચેક વર્ષ જુના હોવાનું લાગી રહ્યું છે. ચડ્ડી પહેરીને આમ અંગ પ્રદર્શન કરવું તે એક સાધુ કે સંપ્રદાયના ભાવિ આચાર્ય કે લાલજીને શોભા આપતું નથી. પદની ગરિમાને લાંછન લગાડનાર આવા કરતૂતોથી સંપ્રદાય શરમમાં મુકાઈ રહ્યો છે તેમ કહેવામાં કોઈ બે મત નથી.
લાલજી અને સાધુઓના કરતૂતોથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાચા અનુયાયીઓને શરમમાં મુકાવવું પડતું હોય છે. જે ખોટા છે અને ખાલી તેમના સ્વાર્થ માટે જ સંપ્રદાય સાથે જોડાયેલા છે અથવા તો જેમના ઘરો આ સંપ્રદાય થકી ચાલે છે અને લાલજીને સવાલ કરવાની હિંમત ધરાવતા નથી તેમને તો લાલજીના ગમે તેવા કાંડ લીલા સમાન જ લાગે છે, તેમને શરમમાં મુકાવવું પડે તેવી સ્થિતિ જ નથી. અહીં ચોક્કસ સવાલ થાય કે શું સ્વામિનારાયણ ભગવાન નથી ? કે જે તેમના લાલજી અને સાધુઓને લીલા કરતા અટકાવી શકે ? કે પછી તેમના લાલજી અને સાધુઓને એવી સદબુદ્ધિ આપે કે તેઓ લીલાઓ કરવાને બદલે ખરેખર ધર્મનું રક્ષણ કરે અને ધર્મના પ્રચાર અર્થે તેમનું જીવન ખપાવી નાંખે.
ધર્મના ગાદીપતિ કે સંપ્રદાયના વડાને માથે કદાચ ભગવાનથી પણ વધુ જવાબદારીઓ રહેલી હોય છે. કેમ કે, ભગવાન તો ફક્ત મૂર્તિ સ્વરૂપે પૂજાય છે. ભગવાનના લખેલા શાસ્ત્રોનું પાલન કરવાના આદેશ તેમના અનુયાયીઓને સંસ્થાના વડા કે સંપ્રદાયના સાધુઓ દ્વારા કરવામાં આવે છે. તેવામાં ગાદીપતિ કે વડા જે હયાત હોય છે તેમની વર્તણુંક ઉપર સમગ્ર સંપ્રદાયના અનુયાયીઓ અને ધર્મમાં ન માનનારા અનુયાયીઓનું પણ ધ્યાન રહેલું હોય છે. તેમની તમામ ગતિવિધિઓ સમાજ અને દેશમાં સારી નરસી બાબતોની છાપ ઉભી કરે છે. આ ગાદીપતિઓ કે વડાઓએ એવા કોઈ કાર્ય ન કરવા જોઈએ જેનાથી સમાજમાં કે ધર્મમાં તેની ખરાબ છબી દેખાય કે સંપ્રદાય બદનામ થાય. સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓએ તેમના સેક્સકાંડોથી હિન્દુ ધર્મના ધજાગરા કરી નાખવામાં કશું બાકી રાખ્યું નથી ત્યારે કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા ભાવિ આચાર્ય અને હાલના લાલજી વ્રજેન્દ્ર પ્રસાદે તેમના અંગનું પ્રદર્શન કરતા ફોટો વાયરલ કર્યા છે. વાયરલ કર્યા છે તે શબ્દ એટલા માટે કેમ કે, આ ફોટો તેમણે પોતે લીધેલા સેલ્ફી છે અને ત્યારબાદ તેમણે કોઈને મોકલ્યા અને તેઓએ ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યા છે.
આ એ જ લાલજી છે જેમણે થોડા વર્ષો અગાઉ ફેસ ઓફ નેશનના સ્ટિંગ ઓપરેશનમાં છોકરીને તેમના સંપૂર્ણ નગ્ન ફોટો મોકલી આપ્યા હતા અને બેશરમીની હદ પાર કરી દીધી હતી. આ સ્ટિંગ ઓપરેશનમાં છોકરી જોડે લાલજીએ જે ચેટ કરી હતી તે આમ નાગરિકને પણ શરમાવે તેવી અભદ્ર ભાષામાં હતી. જે ઉજાગર કરતી હતી કે ધર્મકુળ પરિવારમાં શું જ્ઞાન પીરસવામાં આવે છે. લાલજીની આ ચેટ સમગ્ર સંપ્રદાય માટે શરમજનક હતી જેથી ફેસ ઓફ નેશને ક્યારેય તે ચેટને જાહેર કરી નથી. જો લાલજીને સંસારની એટલી જ માયા હોય તો તેઓએ સ્વેચ્છાએ લાલજી પદનો ત્યાગ કરીને જીવનનું એ તમામ સુખ માણવું જોઈએ જેની તેમને ઈચ્છાઓ થતી હોય. જો કે સત્ય હકીકત એવી છે કે, આવા સંપ્રદાયના ગાદીપતિઓ વગર મહેનતના રૂપિયે જલસા કરવા બંધાણી બની ગયા હોય છે તેથી તેઓએ સંપ્રદાયના પૈસા પણ જોઈએ છે અને સંસારના સુખો પણ માણવા હોય છે.
કડવું છે પણ સત્ય છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓમાં એટલી હિંમત કે તાકાત નથી કે તેઓ તેમના વડાને સવાલ શુધ્ધા કરી શકે કે આ બધું શું છે ? કેમ લાલજી પદની કોઈ ગરિમા જળવાઈ રહી નથી ? આ નબળા ટોળાને જો હમણાં લાલજી આદેશ કરે કે, પત્રકાર કે આપણી વિરુદ્ધ લખનારની વિરોધમાં લાગી જાઓ તો તમામ અંધ ભક્તો લાલજીના આદેશનું પાલન કરવા લાગી જશે. ખેર ! સંપ્રદાય બદનામ થઇ રહ્યો છે, અનુયાયીઓને કશી પડી નથી અને કહેવાતા ભાવિ આચાર્ય અને લાલજી તેમના પદની ગરિમા ભૂલી રહ્યા છે. સંપ્રદાયના ભક્તોને આવા ભાવિ આચાર્ય શું શીખ આપશે તે એક પ્રશ્ન છે.
ફેસ ઓફ નેશન કોઈ સંપ્રદાય કે ધર્મનો વિરોધી નથી પણ સંપ્રદાયના જવાબદાર પદને લાંછન લગાડનાર સામે સવાલ ઉભો કરવાની તેની નૈતિક ફરજ નિભાવે છે. અહીં ઉલ્લેખનીય છે કે, આ લાલજીએ 2022માં વિજાપુરના હરિભક્તને ઉઠાવી લેવાની ધમકીઓ આપી હતી. સંપ્રદાયની મર્યાદાને લઈને પણ લાલજીએ આ હરિભક્તને ખખડાવ્યા હતા ત્યારે લાલજીના આવા ફોટાઓથી શું સંપ્રદાયની મર્યાદાઓ નથી લજવાતી ? આ કોલનું રેકોર્ડિંગ વાયરલ થયું હતું અને લાલજીએ ફેસ ઓફ નેશન સામે બાંયો ચઢાવી યુટ્યુબમાંથી તે ઓડિયો કલીપ હટાવવા રજુઆત કરી હતી. અહીં સવાલ એ થાય છે કે, તમને કોઈ કાર્ય કર્યા પછી શરમ આવે છે તો તેવા કાર્યો કરો છો જ શું કામ ? તમે હરિભક્ત સાથે આ રીતે વાતચીત કરતા હોવ તો બંધબારણે શું ન કરી શકતા હોય તે સવાલ છે અને એટલે જ આવા લાલજીઓ અને આચાર્યોને પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓની વધારે જરૂર પડતી હોય છે. જ્યાં તેઓ હાથ જોડીને ઉભા રહે છે. કેમ કે તેમના વિરોધીઓને દબાવવા માટે તેઓ પોલીસ સહીત રાજકારણીઓની શરણાગતિએ જાય છે. ફેસ ઓફ નેશન વિરુદ્ધ ખોટા પોલીસ કેસો ઉભા કરવા લાલજી અને તેમના અનુયાયીઓએ ભરપૂર પ્રયાસો કર્યા છે. જો કે આખરે સત્ય એ સત્ય જ છે અને સત્યનો જ વિજય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

કાળુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજીની વિજાપુરના હરિભક્તને ઉઠાઈ લેવાની ધમકી : સાંભળો સમગ્ર વાતચીતનું રેકોર્ડિંગ

લાલજીનો વિદેશી રંગ : ધર્મના નામે વડાઓ કેવા જલસા કરે છે તે આ તસ્વીરો પુરવાર કરે છે