Face Of Nation 28-02-2026 : પાનના ગલ્લાની બહાર નીકળતા સપ્ટેમ્બર,2025નો વિડીયો વાયરલ થતા જ વીડિયોમાં દેખાતા કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો કોઠારી ભૂગર્ભમાં ચાલ્યો ગયો છે. મુનિ સ્વામી નામનો સાધુ કાલુપુર મંદિરના મહંતનો ચોથો શિષ્ય છે જે હાલમાં ક્યાં છે તેની કોઈને ખબર નથી. રામ સ્વામી એ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંતનો ત્રીજો એવો શિષ્ય છે જે દિવસે ભગવો અને રાત્રે પેન્ટ શર્ટ પહેરીની જલસા કરતો હતો. અગાઉ ચૈતન્ય સ્વામી અને વ્રજ સ્વામીને પણ હરિભક્ત મહિલાઓ સાથે આંખ લાગી જતા સંસારમાં ચાલ્યા ગયા હતા. સંસ્થા દ્વારા મુનિ સ્વામી ગુજરાત બહાર હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. ફેસ ઓફ નેશને મુનિ સ્વામી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓએ કોઈ પણ પ્રતિઉત્તર આપ્યો નહોતો. આ મામલે કાલુપુર મંદિરના મહંત પી.પી. સ્વામીને પણ પૂછવામાં આવ્યું હોવા છતાં તેઓએ પણ કોઈ જવાબ આપ્યો નહોતો. રામ સ્વામી અને મુનિ સ્વામી સપ્ટેમ્બર મહિનાની 15 તારીખે રાત્રે 1.30 વાગ્યાની આસપાસ ગાંધીનગરના એક પાન પાર્લરમાંથી બહાર નીકળતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. આ બંને સાધુઓએ તે સમયે પેન્ટ-શર્ટ પહેરેલા હતા. આ બંને સાધુઓ સંસ્થાના આચાર્ય અને લાલજીના ખાસ હતા અને અવારનવાર તેમની સાથે જાહેરમાં જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વિડીયો વાયરલ થયો તે પહેલા રામ સ્વામી એક મહિલા સાથે પકડાઈ જતા માર મારીને કાઢી મુકવામાં આવ્યો હતો બાદમાં મુનિ સ્વામી પણ ભૂગર્ભમાં ચાલ્યો ગયો હોવાની ચર્ચાઓ ખુદ સંપ્રદાયમાં ઉઠી છે.
સવારે સાધુના વેશમાં અને રાત્રે પેન્ટ શર્ટ પહેરીને શહેરમાં લટાર મારવા નીકળતા કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના બે સાધુઓનો પર્દાફાશ થયો છે. આ સંસ્થાએ લાજવાને બદલે વાહિયાત ખુલાસો કર્યો હતો કે, રામ સ્વામીને સંસારમાં જવું હોવાથી ગુરુની આજ્ઞા લઈને તારીખ 23ના રોજ નીકળી ગયા છે. જો કે બાદમાં એક વિડીયો વાયરલ થયો જેણે સંસ્થાનો આ ખુલાસો વાહિયાત હોવાની પોલ ખોલી નાંખી. આ વિડીયો સપ્ટેમ્બર 2025નો રાતનો 1.30 વાગ્યાના અરસાનો છે. જેમાં દેખાય છે કે, રામ સ્વામી અને હાલના કાલુપુર મંદિરના કોઠારી મુનિ સ્વામી પાનના ગલ્લાંની બહાર નીકળી રહ્યા છે. જેઓ પેન્ટ શર્ટ પહેરેલી અવસ્થામાં હતા. જે મુજબ એમ ચોક્કસ કહી શકાય કે, રામ સ્વામી અને મુનિ સ્વામી અવારનવાર રાત્રે ભગવા ઉતારી પેન્ટ શર્ટ પહેરીને સંસારી સુખો માણવા નીકળી પડતા હતા. દિવસે સાધુ અને રાત્રે સંસારી બની જતા આ બંને લંપટોનો વિડીયો વાયરલ થતા સંસ્થાની આડમાં થઇ રહેલી કામગીરીની પોલ ઉઘાડી પડી ગઈ છે. આચાર્ય અને લાલજીના ખાસ સાધુઓ જ જો આવા કાંડ કરતા હોય તો અન્ય સાધુઓની શું વાત કરવી તે પણ એક પ્રશ્ન છે.
રામ સ્વામી અને મુનિ સ્વામી એકબીજાના ખાસ
રામ સ્વામી અને મુનિ સ્વામી એક જ ગુરુના શિષ્ય છે. આ બંનેને મહિલાઓ સાથે સબંધ છે. આ બંને દિવસે દેખાવડા કરતા કે તેઓ ભગવાનના સાચા સાધુઓ છે અને રાત પડે પેન્ટ શર્ટમાં સંસારી સુખ માણવા નીકળી પડતા હતા. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, જયારે રામ સ્વામીના કાંડ પ્રકાશમાં આવ્યા ત્યારે કેટલાક સાધુઓ દ્વારા તેને મારીને હાંકી કાઢવામાં આવ્યા હતા તે સમયે મુનિ પણ હાજર હતો. આ સમગ્ર ઘટનાક્રમ જોઈને મુનિ પણ ગભરાઈ ગયો હતો કે, ક્યાંક તેની પણ હાલત રામ જેવી ન થાય. જેથી રામ સ્વામીની જોડે પાનના ગલ્લાંની બહાર નીકળતો વિડીયો જોઈને પોતે ગભરાઈ ગયો હતો અને ક્યાંક ભૂગર્ભમાં ચાલ્યો ગયો હતો જેથી આ મામલે કોઈ તેને સવાલ કરી શકે નહીં. વિડીયો વાયરલ થયા બાદ મંદિરમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી હતી કે, મુનિને અન્ય મંદિરમાં મોકલી દેવામાં આવ્યો છે અને વિવાદ શાંત થયા બાદ પરત બોલાવી લેવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
નેતાઓ પગે પડે છે અને આચાર્ય અનુયાયીઓને ઉશ્કેરે છે, “આસારામવાણી” બાદ વિડીયો ડીલીટ



