Face Of Nation : જેઠ સુદ પૂનમ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો વિધિવત્ પ્રારંભ. ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા તો અષાઢી બીજના રોજ નીકળે છે, પરંતુ જેઠ સુદ પૂનમે યોજાતો જળયાત્રા મહોત્સવ રથયાત્રાનું સૌપ્રથમ ચરણ છે. ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓ પૈકીની મુખ્ય યાત્રા એવી જળયાત્રાને ખૂબ ધામધૂમથી ઊજવાય છે. સતયુગમાં બદ્રીનાથજી, ત્રેતાયુગમાં રામેશ્વર, દ્વાપરયુગમાં દ્વારકાધીશ તેમ જ કળીયુગમાં જગન્નાથજીનો મહિમા અપરંપાર છે. આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ હતી જે જગન્નાથજી મંદિરેથી નીકળી સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના આરે પહોંચી હતી. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગંગા પૂજન કરાયું હતું.
જળયાત્રા વિષે :
- જળયાત્રામાં સામેલ થનારા ત્રણેય બળદ ગાડાંના સુશોભન માટે ચંદરવા જગન્નાથ પુરીના કારીગરોએ કર્યો તૈયાર
- કારીગરો ચંદરવો બનાવવા રંગીન દોરા તેમજ ઊનનો પણ ઉપયોગ કરાય છે
- જે કળશમાં જળ લાવવામાં આવશે તેને પણ કારીગરો દ્વારા સુશોભિત કરવામાં આવે છે. તાંબા અને પિત્તળના કળશની સફાઇ કરીને સ્વચ્છ કરાય છે અને ગજરાજ પર વિશાળ કળશ મૂકીને પવિત્ર જળ લાવવામાં આવે છે.
- જળયાત્રામાં પણ ગજરાજની ઉપસ્થિતિનું અનેરું મહત્વ છે. ગજરાજોને શણગારવામાં આવે છે.
- જળયાત્રામાં ફરીથી આ વર્ષે શણગારેલા બળદગાડા, હાથી, પાલખી અને ભજન મંડળીઓ પણ જોડાશે
- જળાભિષેક બાદ ગજવેશમાં પ્રભુનાં દર્શન આપશે