Home Gujarat આવતીકાલે પોષી પૂનમે અંબાજી ખાતે માતાજીના પ્રાગટ્યોત્સવની ધૂમધામથી થશે ઉજવણી, મહાશક્તિ યજ્ઞનું...

આવતીકાલે પોષી પૂનમે અંબાજી ખાતે માતાજીના પ્રાગટ્યોત્સવની ધૂમધામથી થશે ઉજવણી, મહાશક્તિ યજ્ઞનું પણ આયોજન; પ્રસાદમાં ભક્તોને સુખડી

Face Of Nation 05-1-2023 : પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતીકાલે છઠ્ઠી જાન્યુઆરીના રોજ પોષ સુદ પૂર્ણિમાએ મા અંબેનો જન્મોત્સવ ઉજવાશે. કોરોનાના બે વર્ષ બાદ મંદિરમાં જન્મોત્સવ માટે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પોષી પૂર્ણિમાના રોજ મંદિરમાં 32 ઉપરાંત ટેમ્બો સાથે વિશાળ શોભાયાત્રા નીકળશે તેમજ માતાજીની વિશેષ સવારી હાથી ઉપર કાઢવામાં આવે છે. જેને નગરજનો વધાવીને ભાવપૂર્ણ રીતે દર્શનનો લાભ લે છે. સાથે જ મંદિરમાં માતાજીના પ્રાગ્ટ્યોત્સવ અંતર્ગત શોભાયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મહાશશકિત યજ્ઞનું પણ આયોજન કરાયું છે. તો બીજીતરફ પોષી પૂનમના ઉત્સવ માટે મંદિરમાં 2100 કિલો સુખડી બનાવવામાં આવી હતી અને તેનો પ્રસાદ માતાજીને ધરાવવામાં આવ્યો હતો. આ જ પ્રસાદ પોષી પૂનમે દર્શન કરવા આવતા ભાવિકોને પણ વહેંચવામાં આવશે.
મંદિરમાં તડામાર તૈયારીઓ અને વિશેષ આયોજન
આ જન્મોત્સવ માટે ધાર્મિકોત્સવ સેવા સમિતિ તથા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ઘણા વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. સાથે જ દર્શનાર્થીઓના ધસારાને પહોંચી વળવા માટે પણ વિશેષ આયોજન કરાયું છે. બે વર્ષ કોરોનાકાળને કારણે મંદિરમાં માતાજીનો પ્રાગ્ટ્યોત્સવ ઉજવાયો હતો પરંતુ ભાવિકો દર્શન કરી શક્યા ન હતા. આ વર્ષે દર્શન માટે સુંદર આયોજન કરાયો છે જોકે માસ્ક અને સેનિટાઇઝરના ઉપયોગ માટે પણ દર્શનાર્થીઓને સૂચન કરવામાં આવ્યા છે.
માતાજીને શાકભાજીનો અન્નકુટ
પોષી પૂનમને શાંકમભરી પૂનમ પણ કહેવાતી હોવાથી માતાજીને શાકભાજીનો પણ અન્નકુટ ધરાવીને વિશેષ આરતી કરવામાં આવે છે. તેમજ આ પ્રસંગે ધાર્મીક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ગબ્બરગઢથી અખંડ જ્યોત લાવીને અંબાજી મંદિરમાં પ્રગટાવવામાં આવેલી જ્યોત સાથે ભેળવી દેવામાં આવે છે.
આવતીકાલના મુખ્ય કાર્યક્રમ
(1) સવારે 7.30 વાગ્યે ગબ્બર પરથી અખંડ જ્યોત અંબાજી મંદિર લવાશે
(2) 9 વાગ્યે શક્તિ દ્વાર પર થશે પૂજન અર્ચન અને મહાઆરતી
(3) 11 વાગ્યે મા અંબાની શોભાયાત્રા અંબાજી નગરમાં નીકળશે (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).