Home Gujarat આજે 146મી રથયાત્રા; અમદાવાદ હિલોળે ચડ્યું, મુખ્યમંત્રીએ સતત બીજા વર્ષે પહિંદ વિધિ...

આજે 146મી રથયાત્રા; અમદાવાદ હિલોળે ચડ્યું, મુખ્યમંત્રીએ સતત બીજા વર્ષે પહિંદ વિધિ કરી

Face Of Nation 20-06-2023 : આજે અષાઢી બીજ છે. ત્યારે દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગચર્યાએ નિકળ્યા છે. પુરી રથયાત્રા બાદ દેશમાં સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા અમદાવાદમાં નિકળી છે. રથયાત્રા જમાલપુર પગથિયા પહોંચી છે. ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. સરસપુરમાં હરિહરનો સાદ પડતા જ ભક્તોની પ્રસાદ લેવા માટે લાંબી લાઈનો લાગી છે. હાલ ગજરાજનું સરસપુરમાં આગમન થઈ ચૂક્યું છે. બીજી તરફ ખાડિયા વિસ્તાર અને કોર્પોરેશન બહાર લોકો આતુરતાથી ભગવાનના આગમનની રાહ જોઈને રસ્તાની બન્ને બાજુ ઉભા રહી ગયા છે. તેમજ મુસ્લિમ સમાજના લોકો પણ ભગાવવાને આવકારવા આવી પહોંચ્યા છે. ભગવાનના દર્શન કરવા ઘર, કોમ્પલેક્સની અગાસી પર લોકો લાઇનબદ્ધ જોવા મળ્યા છે. રથયાત્રા એક કલાકથી વધુ સમય સાથે મોડી ચાલી રહી છે. હાલ જમાલપુર પગથિયા પહોંચી છે.
અમિત શાહે પરિવાર સાથે દર્શન કર્યાં
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. જગન્નાથ મંદિર ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના ભાજપના નેતાઓ પણ પહોંચ્યા હતા. જે બાદ વહેલી સવારે ભગવાનના કપાટ ખૂલ્યા હતા. સવારે 4:00 વાગ્યે ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જે બાદ ફરી 4: 17એ ભગવાનના કપાટ ફરી બંધ કરી દેવામાં આવ્યા હતા અને ભગવાનની આંખેથી પાટા ખોલવાની વિધિ શરૂ કરવામાં આવી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).