Home Sports દિલ્હીએ રાજસ્થાનને 8 વિકેટે હરાવ્યું, માર્શ ચૂક્યો સદી બનાવ્યા 89 રન, દિલ્હી...

દિલ્હીએ રાજસ્થાનને 8 વિકેટે હરાવ્યું, માર્શ ચૂક્યો સદી બનાવ્યા 89 રન, દિલ્હી 12 પોઈન્ટ સાથે પ્લેઓફમાં!

Face Of Nation 11-05-2022 : દિલ્હી કેપિટલ્સે IPL 2022માં બુધવારે રમાયેલા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સને એકતરફી મેચમાં 8 વિકેટથી હરાવી દીધું. રાજસ્થાને ટોસ હારતા પહેલી બેટિંગ કરી અને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા. રવિચંદ્રન અશ્વિને સૌથી વધુ 50 રન ફટકાર્યા. જેના જવાબમાં દિલ્હીએ 18.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પાર પાડી દીધો. મિશેલ માર્શે 62 બોલમાં 89 રનની શાનદાર ઈનિંગ રમી. ડેવિડ વોર્નર પણ 52 રને નોટઆઉટ રહ્યો. જીતની સાથે દિલ્હીના 12 મેચમાં 12 પોઈન્ટ થઈ ગયા છે અને તે પ્લેઓફમાં પહોંચવાની રેસમાં યથાવત છે. રાજસ્થાનના 12 મેચમાં 14 પોઈન્ટ છે. વોર્નર અને માર્શે બીજી વિકેટ માટે 144 રનની પાર્ટનરશિપ કરી. માર્શ વનડાઉન આવ્યો હતો. ઓપનર શ્રીકર ભરત પહેલી જ ઓવરમાં બીજા બોલે ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. તેની વિકેટ ટ્રેન્ટ બોલ્ટે લીધી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).